Gujarat High Alert Dam: મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કડાણા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. જેથી કડાણા ડેમમાંથી મહીસાગરના વણાકબોરી ડેમમાં 1.50 લાખ ક્યૂસેક પાણી છોડાતા વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો હતો. સાબરમતી નદીમાંથી વાત્રક નદીમાં પણ 50 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે ખેડા અને માતરના કાંઠે વસતા 17 ગામોને એલર્ટ કરાયા છે. ડેમમાંથી છોડેલું પાણી મહી નદીમાં થઈને આગળ ખંભાતના અખાતથી અરબ સાગરમાં ભળી જશે.
વણાકબોરી ડેમ થયો ઓવરફ્લો
મધ્ય ગુજરાતના આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લા માટે કડાણા ડેમ, વણાકબોરી ડેમ અને મહીસાગર નદી પાણીનો મુખ્ય સ્ત્રોત છે. તાજેતરમાં મહીસાગર, ઉત્તર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદને કારણે કડાણા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. કડાણા ડેમનું જળસ્તર વધતા સલામતી માટે વણાકબોરી ડેમમાં 1.50 લાખ ક્યૂસેક પાણી ઠાલવવામાં આવ્યું હતું. જેથી વણાકબોરી ડેમનું જળસ્તર 69.96 મીટરની સપાટીએ પહોંચતા ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો.જ્યાર બાદ સલામતીના ભાગરૂપે વણાકબોરી ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું. જેથી નદીમાંથી પાણી ખંભાતના અખાતમાં થઈ અરબ સાગરમાં ભળી જાય.
17 ગામો કરાયા હાઈ એલર્ટ
હાલ વણાકબોરી ડેમ ઓવરફ્લો થતાં તેમજ સાબરમતી નદીમાંથી વાત્રક નદીમાં 50 હજાર ક્યૂસેક પાણી છોડાયું હોવાથી ખેડા અને માતરના કાંઠે વસતા હરિયાળા, વાસણા બૂઝર્ગ, વાસણા ખૂર્દ, ચાંદણઆ, સમાદરા, જેસવાપુરા, ખુમારવાડ, કોશિયલ, પીપરિયા, મહેળજ, સોખડા, બરોડા, પાલ્લા અને અસમાલી ગામ તેમજ ખેડા પાલિકા હસ્તકના આંબલિયારા, વિઠ્ઠલપુરા, ખેડા ભાઠા ગામોને એલર્ટ કરાયા છે. વિવિધ જિલ્લાની નદી અને ડેમના પાણીની સ્થિતિ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
ડેમ-નદી
ડેમ-નદીની સ્થિતિ (મીટરમાં) હાલનું લેવલ
ઓવરફ્લો લેવલ (મીટરમાં)
વણાકબોરી ડેમ
69.96
67.70
કડાણા ડેમ
126.82
227.72
શેઢી નદી3.80
6.80
વાત્રક ખેડા બ્રિજ
4.2
28
રતનપુર બ્રિજ
4.45
43
સાબરમતી સુભાષબ્રિજ
39.69
44.9
ખેડા અને આણંદ જિલ્લાને થશે ફાયદો
વણાકબોરી ડેમ સંપૂર્ણ ભરાયેલો હોવાથી આગામી વર્ષ દરમિયાન ખેડા અને આણંદમાં પાણીની સમસ્યા નહીં સર્જાય તેવી આશા સેવાઈ રહી છે. તેમજ ખેતી પાકોને પણ લાભ થવાની સંભાવના સાથે ખેડૂતોમાં પણ આનંદની લહેર પથરાઈ છે.