યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર ધોધમાર વરસાદ વરસ્યો
ડુંગરના પગથિયાં ઉપર નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા
વહેતા પાણીનો નજારોનો આંનદ માણતા માણતા ભક્તોએ કર્યા દર્શન

રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજા ફરીથી મહેરબાન થયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ જિલ્લામાં મેધમહેર જોવા મળી છે. યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર ધોધમાર વરસાદ વરસ્યો છે. ડુંગર ઉપર ભારે વરસાદના પગલે પગથિયાં ઉપર નદી જેમ પાણી વહેતા થયા છે. યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસાદ વરસતા આહલાદક વાતાવરણ જોવા મળ્યું છે.

ડુંગરના પગથિયાં ઉપર નદીની જેમ પાણી વહેતા થયા

આજે યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે પાવાગઢ ડુંગરના પગથિયાં ઉપરથી નદીના વહેલની જેમ પાણી વહેતા થયા છે અને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. પાવાગઢ ડુંગરના પગથિયાં પરથી પાણી વહેતા થતા શ્રદ્ધાળુઓએ આહલાદક વાતાવરણમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે.

મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના કર્યા દર્શન

યાત્રાધામ પાવાગઢમાં વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. ત્યારે ડુંગરના પગથિયાં ઉપર વહેતાં પાણીનો નજારો અને આંનદ માણતા-માણતા ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. પાવાગઢ ડુંગર ઉપર ધોધમાર વરસાદ વરસતા અદભૂત નજારો જોવા મળી રહ્યો છે.

સીઝનમાં બીજી વખત ધોધ સોળે કળાએ ખીલ્યો

સુરત જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે ઉમરપાડાનાં જંગલોની મધ્યમાં આવેલો દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. આ ધોધને જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવી રહ્યાં છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાં જ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી. સુરત જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે ઉમરપાડાના જંગલોની વચ્ચે આવેલ દેવઘાટ ધોધ ખીલી ઉઠ્યો છે. દર ચોમાસાની ઋતુમાં આ નયનરમ્ય દૃશ્યો નિહાળવા પ્રવાસીઓ આવતા હોય છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *