અમદાવાદ,સોમવાર
પૂર્વ વિસ્તારમાં વિશ્વાસ કેળવીને વ્યવસાય કર્યા બાદ છેતરપીંડી કરવાના કિસ્સા વધી રહ્યા છે. શાહીબાગમાં વેપારી પાસેથી ત્રણ લોકોએ કુલ રૃા. ૩૨.૧૬ લાખના ડેનિમ કાપડનો માલ સામાન ઉધારમાં લીધો હતો અને બે વર્ષ સુધી રૃપિયા ન ચૂકવીને છેતરપીંડી આચરી હતી અને વેપારીએ ઉઘરાણી કરતા ગલ્લા તલ્લા કરીને રૃપિયા નહી મળે જોઇ લેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિશ્વાસ કેળવી લાખોના માલની ખરીદી કરીને વેપારીએ પોલીસે ભાવનગર અને સરદારનગરના ત્રણ લોકો સામે છેતરપીડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
શાહીબાગમાં રહેતા અને અસારવામાં રિવા ક્રિએશન નામની કપડાની દુકાન ધરાવી ધંધો કરતા વેપારીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં સરદારનગરમાં રહેતા યુવક તથા ભાવનગરના બે સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે કે પાંચ વર્ષ પહેલા કાપડ માર્કેટમાં ફરિયાદીના મિત્ર અવર જવર કરતા હોવાથી ફરિયાદી તેમના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ બે વર્ષ પહેલા ભાવનગરના બંને જણા કાપડના મોટા વેપારીઓ છે તમે કહીને બાકીમાં ડેનિમનું કાપડ આપશો સમયસર રૃપિયાની ચૂકવણી કરી આપશે અને નહી આપે તો હું આપીશ તેમ જણાવ્યું હતું.
જેથી ફરિયાદી વિશ્વાસ કેળવીને આરોપીઓએ અવાર નવાર અમુક રકમની ખરીદી કરીને થોડા રૃપિયા આપતા હતા. આમ ટુકડે ટુકડે રૃા. ૩૨,૧૬,૨૦૯નું હોલસેલમાં કાપડનો જથ્થાની ખરીદી કરી હતી ફરિયાદીએ ત્રણેય પાસે રૃપિયાની ઉઘરાણી કરતા ગલ્લા તલ્લા કરતા હતા. એટલું જ નહી વેપારીને તમારા રૃપિયા નહી મળે કહીને ગાળો બોલીને જોઇ લેવાની ધમકી આપી હતી. બે વર્ષમાં ત્રણેયે ભેગા મળીને રૃા. ૩૨.૧૬ લાખ વેપારીને ન આપીને છેતરપીંડી આચરી હતી.