Image:Social Media
Chance Perdomo Passes Away : પ્રખ્યાત હોલીવુડ અભિનેતા ચાન્સ પરડોમોએ માત્ર 27 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ગઈકાલે ચાન્સ પરડોમોનું બાઇક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ચાન્સના પબ્લિસિસ્ટે એક નિવેદન દ્વારા આની પુષ્ટિ કરી છે. અભિનેતાના નિધનથી ઈન્ડસ્ટ્રીને મોટો આઘાત લાગ્યો છે. ફેન્સ પણ પોતાના ફેવરિટ સ્ટારના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
નાની ઉંમરે કરી એક્ટિંગ કરિયરની શરૂઆત
ચાન્સે નાની ઉંમરે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2016માં તેણે શોર્ટ ફિલ્મ લોંગફિલ્ડ ડ્રાઇવથી તેના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. જો કે તેને આફ્ટર વી ફેઈલથી લોકપ્રિયતા મળી હતી. તે આ ફિલ્મના વધુ બે પાર્ટનો ભાગ હતો. ફિલ્મો સિવાય ચાન્સે ટીવી શોમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. હેટ્ટી ફેધર, કિલ્ડ બાય માય ડેડ, ચિલિંગ એડવેન્ચર્સ ઓફ સબરીના અને જેન વી જેવા ટીવી શો સાથે તે ઈન્ડસ્ટ્રીમાં લોકપ્રિય સ્ટાર બન્યો હતો.