– અનન્યાની ગૂઢ પોસ્ટથી ચાહકોને ચિંતા
– જે તમારા માટે હશે તે ફરી તમારી પાસે આવશે એ મતલબની પોસ્ટથી અટકળો
મુંબઇ : અનન્યાં પાડે અનેઆદિત્ય રોય કપૂર છેલ્લા દોઢ વરસથી ડેટિંગ કરતા હોવાની ચર્ચા હતી. જોકે તેમણે કદી પોતાના સંબંધને જાહેરમાં સ્વીકાર્યો નથી. પરંતુ અનન્યા અને આદિત્ય રોય કપૂર વારંવાર સાથે જાહેરમાં જોવા મળતા હતા.પરંતુ હવે તેમના વચ્ચે બ્રેક અપ થઈ ગયું હોવાની અફવા અનન્યાની એક ગૂઢ પોસ્ટના કારણે ફેલાઈ છે. તેના કારણે બંનેના ચાહકો ચિંતિત બન્યા છે અને તેઓ પ્રાર્થના કરી રહ્યા છે કે આ ચર્ચા માત્ર અફવા જ સાબિત થાય.
અનન્યાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે જે તમારા માટે હશે તે ફરી તમારી પાસે આવશે જ. આ બધી વાતો માત્ર તમને એક પાઠ ભણાવવા માટે છે. તમે નહીં સ્વીકારીને પણ એને દૂર ધકેલી દો. જો તે તમારા માટે હશે તો ફરી તમારી પાસે આવશે જ. ભલે તમે એમ માની લીધું હોય કે એ તમારા માટે છે, કારણ કે તમારી માટે જ એનું સર્જન થયું છે પરંતુ તે ક્યારેય તમારો હિસ્સો રહ્યો નથી. તમારી સાથે આત્માનું જોડાણ ક્યારેય હતું જ નહીં. અનન્યાની આ ગોળ ગોળ પોસ્ટ થી ચાહકો જાતભાતની અટકળ લગાવી રહ્યા છે. કેટલાક ચાહકો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટસની પાછલી પોસ્ટસ તપાસી રહ્યા છે.