– ફિલ્મ સર્જક રિયા કપૂરે સમર્થન આપ્યું
– ક્રૂનું નિર્માણ ચાલતું હતું ત્યારે જ સિક્વલ બનાવવાનું પણ નક્કી થઈ ગયું હતું
મુંબઇ : તબુ, કરીના કપૂર અને કૃતિ સેનનની ‘ક્રૂ’ ફિલ્મને ટિકિટબારી પર પ્રમાણમાં સારો પ્રતિસાદ સાંપડયો છે. હવે આ ફિલ્મની સિકવલ બનાવવાની પણ જાહેરાત થઈ છે. ફિલ્મની એક સર્જક રિયા કપૂરે જ કન્ફર્મ કર્યું હતું કે અમે આ ફિલ્મની સિકવલ બનાવવાના છીએ. વાસ્તવમાં ‘ક્રૂ’નું શૂટિંગ ચાલતું હતું ત્યારે જ આ ફિલ્મની સિકવલ બનાવવાનું નક્કી થઈ ગયું હતું. રિયાએ જણાવ્યા અનુસાર મને સિકવલ બનાવવાની બહુ ફાવટ નથી પરંતુ એકતા કપૂર આ ફિલ્મની સહ નિર્માત્રી છે અને તેને સિકવલ બનાવવામાં મજા આવે છે.
ફિલ્મના લેખકો સાથે ચર્ચા બાદ સિકવલની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. મૂળ ફિલ્મમાં અંતમાં જ એવો સંકેત અપાયો છે કે ફિલ્મની વાર્તા હજુ આગળ વધી શકે છે.