Kamala Harris Nomination: ડેમોક્રેટિક પાર્ટીના નેતા કમલા હેરિસે શનિવારે સત્તાવાર રીતે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી હતી. આ સાથે હેરિસે ડેમોક્રેટિક પાર્ટીની જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જાહેરાત કરી 

અમેરિકાના વર્તમાન ઉપપ્રમુખ કમલા હેરિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી શેર કરતાં કહ્યું કે ‘આજે મેં યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ માટે મારી ઉમેદવારીની સત્તાવાર જાહેરાત કરતા ફોર્મ પર હસ્તાક્ષર કર્યા. હું દરેક મત જીતવા માટે સખત મહેનત કરીશ. નવેમ્બરમાં અમારી જનતા દ્વારા સંચાલિત ચૂંટણી અભિયાન જીતશે.’

16 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ 

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં પાંચમી નવેમ્બર-2024ના રોજ પ્રમુખ પદની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં 16 કરોડ મતદારો અમેરિકાના 60માં પ્રમુખની પસંદગી કરશે. થોડા દિવસ પહેલાં જ પ્રમુખ જો બાયડને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કમલા હેરિસનું નામ જાહેર કર્યું હતું, ત્યારે હવે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામાએ પણ હેરિસને સમર્થન આપવાની જાહેરાત કરી છે. બન્ને એ શુક્રવારે(26 જુલાઈ) કમલા હેરિસને ફોન કરીને સમર્થન આપ્યું છે. બરાક ઓબામાએ આ મુદ્દે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં મિશેલ હેરિસને કહી રહ્યા છે કે, અમને તમારા પર ગર્વ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *