IPL 2024 RR vs GT: શુભમન ગિલની કેપ્ટનશી વાળી ગુજરાત ટાઈટન્સે IPL 2024ની શરૂઆત જીત સાથે કરી હતી. પરંતુ ટીમે ત્રીજા અને ચોથા મુકાબલામાં સતત બે હારનો સામનો કરવો પડ્યો છે. GTની 5મી મેચ રાજસ્થાન રોયલ્સ સાથે જયપુરમાં રમાઈ હતી. આ મેચ વચ્ચે કંઈક ઘટના ઘટી કે, શુભમન ગિલ અમ્પાયર પર ગુસ્સે થઈ ગયો હતો. આ ઘટના ત્યારે બની હતી જ્યારે મોહિત શર્માની ડિલીવરીને અમ્પાયરે વાઈટ આપી હતી અને તેના પર શુભમન ગિલે રિવ્યૂ લીધો હતો. 

થર્ડ અમ્પાયર થયો કન્ફ્યૂઝ

રાજસ્થાનની બેટિંગ દરમિયાન 17મી ઓવરમાં કંઈક એવું થયું જેના કારણે વિવાદ સર્જાયો હતો. મોહિત શર્મા ઓવરનો છેલ્લો બોલ ફેંકી રહ્યો હતો જેને અમ્પાયરે વાઈડ આપ્યો હતો. ગુજરાતે અમ્પાયરના આ નિર્ણયને DRS દ્વારા પડકાર્યો હતો. થર્ડ અમ્પાયરે રિપ્લે જોયો અને બોલને માન્ય જાહેર કર્યો પરંતુ થોડી જ સેકન્ડ બાદ અચાનક થર્ડ અમ્પાયરે પોતાનો નિર્ણય પલટી નાખ્યો હતો. ત્યારબાદ શુભમન ગિલ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. ગિલ ઓન ફિલ્ડ અમ્પાયર પર ગુસ્સામાં લાલચોળ થઈ ગયો હતો. તેણે અમ્પાયર સાથે દલીલ પણ કરી હતી. હવે આ ઘટના પર ગિલના ચાહકો કહી રહ્યા છે કે, પ્રિન્સને આવા રૂપમાં ક્યારેય નથી જોયો. 

ગુજરાતની શાનદાર શરૂઆત

રાજસ્થાન સામે ગુજરાતે શાનદાર શરૂઆત કર હતી. GTએ 50 રનની અંદર જ બે વિકેટ ઝડપી લીધી હતી. પરંતુ સંજુ સેમસન અને રિયાન પરાગે ગુજરાતની ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. પરંતુ મેચની છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર રાશિદ ખાને વિજયી ચોગ્ગો ફટકારતા ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સ સામેની IPL ટી20માં ત્રણ વિકેટથી દિલધડક જીત હાંસલ કરી હતી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *