અમદાવાદ, સોમવાર

રામોલમાં રહેતો યુવક ગીતામંદિર પાસે હોટલમાંથી બહાર નીકળતાની સાથે નકલી પોલીસે પકડયો હતો અને દમ મારીને હોટલમાં જઈને ખોટું કામ કરે છે તેમ કહી યુવકને પોલીસ સ્ટેશન આવવું પડશે કહી ડરાવ્યો હતો. બાદમાં બન્ને શખ્સોએ કેસની પતાવટ કરવાની વાત કરીને યુવક પાસે રૃ. ૧૦ હજારની માંગણી કરીને રૃ.૩ હજાર પડાવ્યા હતા. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે બે નકલી પોલીસની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.

ગીતામંદિર પાસેથી યુવકને બાઇક પર બેસાડી એટીએમમાં લઇ જઇ દમ મારી રૃપિયા કઢાવ્યા ઃ નકલી પોલીસના છ સહિત ૮ ગુના આચરનારા બે આરોપીની ધરપકડ 

રામોલમાં રહેતા યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવકે નડીયાદમાં રહેતા મિત્રને ફોન કરીને પૂછ્યું કે તારે હોટલમાં આવવાનું છે, હું જઈ રહ્યો છુ જેથી નડીયાદના યુવક કહ્યું કે તું જઇ આવ મારે વાર લાગશે ત્યારબાદ ફરિયાદી યુવક હોટલમાં ગયો હતો. યુવક જેવો હોટલની બહાર નીકળ્યો કે તુંરત તેની પાસે નંબર પ્લેટ વિનાની બાઈક પર બે શખ્સો આવ્યા અને પોતે પોલીસમાં છે તેવી ઓળખ આપીને યુવકને કહ્યું કે તું હોટલમાં ખોટું કામ કરવા ગયો હતો. ચાલ હવે તારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે કહીને દમ માર્યો હતો બાદમાં બંને શખ્સોએ પતાવટ કરવી હોય તો રૃ.૧૦ હજાર થશે કહીને યુવકને બાઈક ઉપરં બેસાડીને ભુલાભાઈ ચાર રસ્તા લઇ ગયા.

 જ્યાં બેંકના એટીએમમાં નજીક બાઈક ઉભા રહીને યુવકને એટીએમ મોકલ્યો અને રૃપિયા ૩૦૦૦ કઢાવ્યા હતા અને રૃપિાય લઇને આરોપીઓ ભાગી ગયા હતા. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે ગણતરીના કલાકોમાં રખિયાલ ખાતે રહેતા ઈમરાન તથા ગોમતીપુરના મહમંદ આરીફની ધરપકડ કરી લીધી છે. આરોપીની પૂછપરછમાં કરતા બન્ને આરોપી સામે અગાઉ નકલી પોલીસ બનીને તોડ કરવાના 8 ગુના નોંધાયા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *