અમદાવાદ, સોમવાર
શાહપુર દરવાજા બહાર દૂધેશ્વર રોડ ઉપર પૂર્વ પ્રેમીએ પ્રેમિકાને રસ્તામાં રોકી અને તું મારી સાથે કેમ પ્રેમસંબંધ રાખતી નથી કહીને પતિની નજર સામે મારી હતી તેમજ પ્રેમિકા પ્રેમી સાથે ભાગ્યા બાદ પતિ સાથે છુટાછેડા લીધા હતા. પરંતુ પ્રેમી સારો ન હોવાની જાણ થતા તે ફરીથી પતિ સાથે રહેવા લાગી હતી અને પ્રેમી સાથે સંબંધ તોડી નાખ્યો હતો. પ્રેમીએ રોકીને ધમકી આપી હતી. આ બનાવ અંગે માધુપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દૂધેેશ્વર રોડ ઉપર પ્રેમિકા પતિ સાથે જતી હતી ત્યારે જાહેરમાં પ્રેમીએ મારા મારી કરતા માધુપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
શાહપુર દરવાજા બહાર દૂધેશ્વર રોડ ઉપર રહેતી ૨૬ વર્ષની મહિલાએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં નરોડા ખાતે રહેતા યુવક સામે ફરિયાદ નાંેધાવી છે કે મહિલાના લગ્ન સાત વર્ષ પહેલા લગ્ન થયા હતા. બીજી તરફ આરોપી સાથે છેલ્લા એક વર્ષથી મિત્રતા બાદ પ્રેમસંબંધ થયો હતા પતિને જાણ થતાં ે અવાર નવાર તકરાર થતી હતી જેથી કોઇને કહ્યા વગર મહિલા પ્રેમી સાથે જતી રહી હતી અને તેની સાથે રહેતી હતી. એટલુ જ નહી પતિ સાથે છુટાછેડા લઇ લીધા હતા. જો કે બાદમાં પ્રેમી સારો ન હોવાની જાણ થતા તે પતિ સાથે રહેવા આવી ગઇ હતી અને પ્રમી સાથે સંબંધ તોડી નાખ્યો હતો.
તા.૭ના રોજ મહિલા પતિ સાથે જતી હતી તે સમયે પ્રેમીએ તેની પાસે આવીને તું મારી સાથે પ્રેમસંબંધ કેમ રાખતી નથી કહીને તકરાર કરીને મહિલાને માર માર્યો હતો તેમજ તું મારી નહી થાય તો તને અને દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.