Image Source: Freepik

જામનગર જિલ્લામાં વધુ એક યુવાનને હૃદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો છે. લાલપુરના મોટા ખડબા ગામમાં રહેતા 42 વર્ષના એક યુવાનનું હૃદય ધબકારા ચૂકી જતાં મૃત્યુ નીપજયું છે.

આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં રહેતા બોદુભાઈ ઓસમાણભાઈ સંધિ નામના 42 વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘેર રાત્રિના સમયે અચાનક આંચકી ઉપડી હતી, અને હૃદય રોગનો હુમલો આવી જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પુત્ર આમીનભાઇ બોદુભાઈ સંધિએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *