જામનગરમાં ન્યુ પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એક પ્રજાપતિ યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કિસાન ચોક કબીર આશ્રમ રોડ પર ન્યુ પટેલ કોલોનીમાં રહેતા અક્ષય વિનોદભાઈ ગોંડલીયા નામના 26 વર્ષના પ્રજાપતિ યુવાને ગઈકાલે પોતાના ઘેર છતના હુકમા દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ ધર્મેશ વિનોદભાઈ ગોંડલીયા ને જાણકારી થતાં તેણે અંદરથી બંધ કરેલો દરવાજો ધક્કો મારીને લોક તોડી નાખ્યો હતો, અને નીચે ઉતાર્યા પછી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, અને પોલીસને જાણ કરતાં પી.એસ.આઇ. ડી.જે. રામાનુજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા છે, અને મૃતદેહનો કબ્જો સંભાળી સમગ્ર બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.