Surat Maan Darwaja : સુરત પાલિકા વિસ્તારમાં આવેલી માન દરવાજા એ, બી અને સી-ટાઇપ ટેનામેન્ટના બહુમતી ફ્લેટ ધારકોની રી-ડેવલપમેન્ટ માટે સંમતિ આપી હતી. આ પ્રોજેક્ટ માટે 2017 થી સુરત મહાનગરપાલિકાએ 7 વાર ટેન્ડરીંગ હાથ ધરવા છતાં આ પ્રોજેક્ટ આગળ વધતો નથી. સાતમા પ્રયાસમાં ઓનલાઈન ઓફર આવી હતી પરંતુ ઓફર કરનાર એજન્સી ઓનલાઈન ન આવી હોવાથી હવે આઠમી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. હવે જ્યારે આઠમી વખત ટેન્ડર બહાર પડ્યા છે તેના માટે માત્ર પાલિકા જ નહી પરંતુ માનદરવાજા ટેનામેન્ટના 1300 થી વધુ પરિવારોની નજર આ ટેન્ડર પર રહેશે. 

સુરતના રીંગરોડ જેવા પ્રાઈમ લોકેશન પર આવેલા માનદરવાજા ટેનામેન્ટ અને શોપિંગ સેન્ટર સમય જતાં જર્જરિત થતા વર્ષ 2016થી નોટિસ આપવાની કામગીરી શરૂ થઈ હતી. ગુજરાત સરકારના ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ માનદરવાજા ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આ પ્રોજેક્ટને ગ્રહણ નડી રહ્યું છે અને એક બે નહીં પરંતુ સાત-સાત વખત ટેન્ડર બહાર પાડ્યા છે પરંતુ તેમાં હજી સુધી એક પણ એજન્સીની ઓફર મળી નથી. હાલમાં સાતમી વાર ટેન્ડર બહાર પાડ્યા હતા તેમાં ઓનલાઈન ટેન્ડરમાં બે એજન્સીની ઓફર આવી હતી. પરંતુ આ એજન્સી ઓફલાઈન આવી ન હતી જેના કારણે હવે આઠમી વાર ટેન્ડર બહાર પાડવાની ફરજ પડી છે.

આ ટેન્ડર બહાર પડે તે પહેલાં પાલિકાના પદાધિકારીઓએ ડેવલપર સાથે બેઠક કરી હતી. ત્યારબાદ આજે આઠમી વાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. પરંતુ ટેન્ડરમાં નિયમોની આંટીઘુંટી જો સરળ કરવામાં આવે તે જરૂરી છે. જો પાલિકા દ્વારા ટેન્ડરના નિયમો થોડા હળવા નહી કરવામાં આવે તો આ ટેન્ડરમાં પણ કોઈ ઓફર આવે છે કે કેમ તે ચર્ચાનો વિષય છે. આ ઉપરાંત આ ટેન્ડર પર માત્ર પાલિકા જ નહી પરંતુ માનદરવાજા ટેનામેન્ટમાં 1300 થી વધુ અસરગ્રસ્તોની નજર પણ રહેલી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *