Jamnagar News : જામનગરમાં ગુરુદ્વારા ચોકડી થી સાત રસ્તા સર્કલ સુધીના માર્ગે ફલાય ઓવરબ્રિજના નિર્માણને લઈને મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, અને આજથી તેની દોઢ માસ માટેની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ કેટલાક વાહનચાલકો આ જાહેરનામાનો ઉલાળીયો કરી રહેલા જોવા મળ્યા હતા.
બ્રિજ નિર્માણના કામ સબબ જેસીબી, હીટાચી મશીન તેમજ અન્ય કામકાજ માટેના વાહનોને પસાર કરવા માટેનો એક નાનો રસ્તો ખુલ્લો રખાયો છે, જે સ્થળેથી કેટલાક વાહન ચાલકો જેમાં સ્કૂટર-રીક્ષા વગેરે પસાર કરીને જાહેરનામાનો સરેઆમ ભંગ કરી રહેલા વાહનચાલકો નજરે પડી રહ્યા છે.
ફ્લાયઓવરનું કામ સંભાળતા કર્મચારીઓ દ્વારા વાહનચાલકોને રોકવા જતાં કેટલાક ટુ-વ્હીલર ચાલકો અથવા રીક્ષા ચાલકો બિન્દાસપણે જાહેરનામાનો ભંગ કરીને ત્યાંથી પસાર થઈ રહેલા જોવા મળ્યા હતા.