– અગાઉની ચૂંટણીમાં 15 સાંસદો ચૂંટાયા હતા

– લેબર પાર્ટીના વાવાઝોડા વચ્ચે કન્ઝર્વેટિવ પાર્ટીમાં ભારતીય મૂળના ચાર સાંસદો સીટ બચાવવામાં સફળ

– સત્તા પર બિરાજનારી લેબર પાર્ટીએ  ભારતીય મૂળના સૌથી વધુ 33 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા

લંડન : બ્રિટનની સંસદમાં આ વખતે જબરદસ્ત વિરોધાભાસ જોવા મળ્યો છે. ભારતીય મૂળના પીએમ રિશી સુનાકની આગેવાની હેઠળના કન્ઝર્વેટિવ પક્ષ હારી ગયો છે તો તેનાથી વિપરીત બ્રિટનની સંસદમાં અત્યાર સુધીમાં વિક્રમજનક સંખ્યામાં ભારતીય સાંસદો ચૂંટાઈ આવ્યા છે. આ વખતે કુલ ૨૬ સાંસદો ચૂંટાયા છે, જ્યારે અગાઉની સંસદમાં ભારતીય મૂળના ૧૫ સાંસદો ચૂંટાયા હતા. 

બ્રિટનમાં આ વખતની ચૂંટણીમાં કુલ ૧૦૭ ભારતીય ઉમેદવારો મેદાનમાં હતા અને તેમાથી ૨૬ ઉમેદવાર ચૂંટાઈ આવ્યા છે. સત્તા પર પંદર વર્ષ પછી પરત ફરેલી લેબર પાર્ટીએ સૌથી વધુ ૩૩ ઉમેદવાર ઊભા રાખ્યા હતા. જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીએ ૩૦ ઉમેદવાર ઊભા રાખ્યા હતા. 

બ્રિટનના વિદાય લેનારા વડાપ્રધાન રિશી સુનાકમાં તેમના મતદારોએ વિશ્વાસ જાળવી રાખ્યો છે. યોર્કશૅર કાઉન્ટીમાં રિચમંડ અને નોર્થલેર્ટોન મતવિસ્તારે તેમને જીતાડયા છે. 

આ સિવાય રિશી સુનાકન કન્ઝર્વેટિવ પક્ષમાંથી જીતનારા ભારતીય મૂળના ઉમેદવારોમાં ગોવાનીઝ મૂળની સ્યુએલા બ્રેવરમેન અને ગુજરાતી મૂળની પ્રીતિ પટેલે લેબર પાટીાના વાવાઝોડા વચ્ચે તેમની સીટ બચાવવામાં સફળતા મેળવી. આ ઉપરાંત ગગન મોહિન્દ્રાએ તેમની સીટ જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. જ્યારે શિવાની રાજાએ  લેબર પાર્ટીના ભારતીય મૂળના ઉમેદવાર રાજેશ અગ્રવાલને હરાવીને જીત મેળવી હતી.  

જ્યારે લેબર પાર્ટીએ સૌથી વધુ ભારતીય મૂળના ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને સૌથી વધુ ભારતીય મૂળના ઉમેદવારો જીત્યા પણ હતા. તેમા ભારતીય મૂળની સીમા મલ્હોત્રાએ સરળતાથી વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત ગોવાના મૂળની વેલેરી વાઝ અને લિઝા નાંદીએ સરળતાથી વિજય મેળવ્યો હતો.

આ ઉપરાંત લેબર પાર્ટીના વિજેયા બનેલા અન્ય ભારતીય મૂળના ઉમેદવારોમાં શીખ સાંસદ પ્રીત કૌર ગિલ, તરમનજીતસિંઘ ઢેસી,  નવેન્દુ મિશ્રા, નાદિયા વ્હિટોમ, ફરીથી  અને સરળતાથી ચૂંટાઈ આવ્યા હતા. બ્રિટિશ સાંસદોમાં નવા ચૂંટાયેલા સાંસદોમાં ભારતીય મૂળના સાંસદોનો પણ મોટો હિસ્સો છે. તેમા જસ અઠવાલ, બેગી શંકર, સતવીર કૌર, હરપ્રીત ઉપ્પલ, વારિન્દર જસ, ગુરિન્દર જોસાન, કનિષ્ક નારાયણ, સોનિયા કુમાર, સુરીના બ્રેકનબ્રિજ, કિરિથ એન્ટવ્હિસલ, જીવુન સંધેર, સોજાન જોસેફનો સમાવેશ થાય છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *