ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ગઇકાલે વરસાદ વરસ્યો હતો. અ વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે હજી તો વરસાદ ની શરૂઆત જ થઈ છે ત્યારે તો આ વરસાદના કારણે પાણી ભરાય જતાં લોકોને હલકીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર થોડા જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાય ગયા છે.
ત્યારે દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. જેને લઈને અનાસ, ટાંડા, રાછરડામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સાથે જ ગલાલીયાવાડ સહીતના ગ્રામ્ય પંથકોમાં પણ મેઘ મહેરબાન થયા હતા. જેને લઈને વરસાદી પાણી અનેક જગ્યા પર ભરાય ગયા હતા . સાથે જ આ વરસાદી પાણી ભરાય જવાના કારણે લોકોને હલકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.