Drumstick Cultivation: જો તમે પણ નાનું રોકાણ અને ઓછી મહેનતમાં વધુ પૈસા કમાવવા માંગો છો તો તમારે પણ સરગવાની ખેતી કરવી જોઇએ. ખેડા જિલ્લાના દુધેલી લાટ ગામના પ્રવિણભાઇ પટેલ નામના ખેડૂતો ખેતીમાંથી લાખો કમાણી કરી બતાવી છે. ખેતી કરીને એક આઇએસ કે આઇપીએસના પગાર કરતાં વધુ કમાણી રહ્યા છે. પ્રવિણભાઇ સરગવાની ખેતી સાથે તેની પ્રોસેસિંગ પણ કરી રહ્યા છે. ખેતીમાં ટેક્નોલોજીના ઉપયોગથી પ્રવિણભાઇ ‘લખપતિ ખેડૂત’ બની ગયા છે. તે વર્ષે 20 લાખ રૂપિયાની કમાણી કરે છે. 

આઇસીએઆઇના અનુસાર પ્રવિણભાઇ પટેલ પાસે 10.7 હેક્ટર જમીન છે અને તેમની પારંપારિક ખેતીનું જ્ઞાન છે. તે પારંપરિક પદ્ધતિથી એંરડા, કપાસ અને ચણા ઉગાડે છે. તે જાણતા હતા કે ગુજરાત રાજ્યમાં ઉચ્ચ પોષણ અને ઔષધિય મહત્વના કારણે સરગવાની ખૂબ ડિમાન્ડ છે. પોતાની પારિવારિક જરૂરિતો અને જવાબદારી માટે ખેતી વડે આવક વધારવા માટે તેમણે આઇસીએઆર- ભારતીય જમીન અને જળ સંરક્ષણ સંસ્થા, સંશોધન કેન્દ્ર, વાસદના ટેક્નિકલ માર્ગદર્શન અંતગર્ત 10.7 હેક્ટરમાં પીકેએમ-1 પ્રકારના સરગવાના ઝાડ લગાવ્યા. 

કૃષિ વૈજ્ઞાનિકોએ સરગવાની ખેતીની આપી સલાહ

પ્રવિણભાઇ પટેલે ગુજરાતના વાસદમાં આઇસીએઆર- ભારતીય જમીન અને જળ સંરક્ષણ સંસ્થા, સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી અને પોતાના ખેતરમાં સરગવો ઉગાડવામાં રસ દાખવ્યો. ICAR-IISWC ના વૈજ્ઞાનિકોએ તેમને પોતાના ઉત્પાદનોની ઉચ્ચ માંગના કારણે સરગવાની ખેતી શરૂ કરવાની સલાહ આપી. તેમણે વૈજ્ઞાનિક ઉત્પાદન ટેક્નોલોજી, નર્સરી કરવી, બીજ ઉત્પાદન અને સ્ટેમ કટિંગની ટ્રેનિંગ લીધી, તેમણે ઇનપુટ ખર્ચ ઘટાડવા માટે સ્ટેમ કટિંગનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી. 

શીખી લીધી માર્કેટિંગની ટ્રિક્સ

પ્રવિણભાઇ પટેલે ICAR-IISWC રિસર્ચ સ્ટેશનમાં ટ્રેનિંગ કૌશલ વિકાસ કાર્યક્રમોમાં ભાગ લીધો અને વિશેષજ્ઞોએ કાપણી, ખાતરનો ઉપયોગ, સિંચાઈનું શિડ્યુલિંગ, અને છોડની સુરક્ષાના ઉપાયો પર સલાહ આપવા માટે તેમની ખેતરની મુલાકાત લીધી. તેમને સરગવાના પ્રમોશન માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની સલાહ આપી. 

દર વર્ષે 100 ટન સરગવાનું ઉત્પાદન

2008, 2016 અને 2020 માં તેમણે બીજ   (PKM-1) અને સ્ટેમ કટિંગ વડે ક્રમશ: 350, 1700 અને 2580 સરગવાના ઝાડ ઉગાડ્યા. તેમણે દર વર્ષે 10.7 હેક્ટર ખેતીમાંથી 100 ટન તાજા સરગવાની ફળીઓ મળે છે અને તે તેને દેશના અલગ અલગ ભાગમાં જેમ કે કલકત્તા, મુંબઇ, ચેન્નઇ, અમદાવાદ, ખેડા અને વડોદરામાં 35 રૂપિયે પ્રતિ કિલો વેચી રહ્યા છે. આ વિસ્તારના સ્થાનિક બજાર કપડવંજ, નડીયાદ, અને બયાદમાં પણ સરગવાની સારી એવી માંગ છે. 

ગ્રેડિંગનો ઉપયોગ ભાવ અને માર્કેટિંગમાં સુધારા માટે કરવામાં આવે છે. કલકત્તા અને મુંબઇમાં આંગળીના આકારના સરગવાની ફળીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે અને ગુજરાતના સ્થાનિક બજારોમાં અંગૂઠાના આકારની ફળીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. 

વર્ષે 20 લાખ રૂપિયાની કમાણી

પ્રવિણભાઇ પટેલે ICAR-IISWC નિષ્ણાતો પાસેથી મળેલા સૂચનો અને ટેક્નોલોજીને લાગૂ કરી અને સારી એવી કમાણી કરી છે. ખેતીનો ખર્ચ, ગ્રોસ રિટર્ન અને નેટ રિટર્ન ક્રમશ: ₹100000/હેક્ટર, ₹300000/હેક્ટર અને ₹200000/હેક્ટર છે. 10.7 હેક્ટરમાં સરગવાની ખેતી વડે તે દર વર્ષે લગભગ 20 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. 

પ્રોસેસિંગથી વધી રહી છે કમાણી

તેમણે સરગવાના પાંદડા અને બીજના પાવડર અને હેર ઓઇલ બનાવવાની શરૂઆત કરી છે. પ્રવિણભાઇ પટેલ સરગવાનો પાવડર 129 રૂપિયા પ્રતિ 100 ગ્રામ અને હેર ઓઇલ 299 રૂપિયા પ્રતિ 50 ml ના ભાવે વેચી રહ્યા છે. તે સરગવાના બીજની સામગ્રી ₹2000/ કિગ્રા વેચીને પણ સારી એવી કમાણી કરી રહ્યા છે. 

સરગવાની ખેતીમાં નિપુણતા ધરાવનાર પ્રગતિશિલ ખેડૂત પ્રવિણભાઇ પટેલે સરગવા અને તેના વેલ્યૂ એડેડ પ્રોડક્ટ વડે નિયમિત અને મોટી કમાણી કરી પોતાની આજીવિકામાં   સુધારો કર્યો છે. તે 15 મજૂરોને કાયમી રોજગાર આપી રહ્યા છે અને નાના અને સીમાંત ખેડૂતોને ઉંચા મૂલ્યવાળા બાગાયતી પાક ઉગાડવા માટે માર્ગદર્શન આપે છે. લગભગ અ150 ખેડૂતોને લાભદાયક અને ટકાઉ બનાવવા માટે સંસાધન ગરીબ અને યુવા ખેડૂતોને આકર્ષિત કરતાં   ICAR-IISWC ટેક્નોલોજીને અપનાવી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *