બાવળની ડાળી સાથે ગળાફાંસો ખાધો
દેવળીયા ગામે તરૃણીએ જીવાદોરી ટૂંકાવી
મોરબી,
ખંભાળીયા : ટંકારાના હડમતીયા ગામના રહેવાસી યુવાને કોઠારિયા ગામની
સીમમાં બાવળની ડાળી સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતોે. જ્યારે
દેવળીયા ગામે તરૃણીએ આપઘાત કર્યો હતો.
ખંભાળીયા : ટંકારાના હડમતીયા ગામના રહેવાસી યુવાને કોઠારિયા ગામની
સીમમાં બાવળની ડાળી સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતોે. જ્યારે
દેવળીયા ગામે તરૃણીએ આપઘાત કર્યો હતો.
ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા રાજેશભાઈ હંસરાજભાઈ
ઘૂમલીયા નામના યુવાન માનસિક બીમારીથી પીડાતા હોય. પોતાનું એકટીવા લઈને જડેશ્વર
મંદિર પાસે ડુંગરાળ વીડી વિસ્તારમાં આવી બાવળની ડાળી સાથે પ્લાસ્ટિક દોરી બાંધી
ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે
હોસ્પિટલ ખસેડી આપઘાતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા
રામાભાઈ સવાભાઈ આંબલીયાની ૧૭ વર્ષની પુત્રી અંજલીબેને પોતાના ઘરે પોતાના હાથે પંખામાં
દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના
પિતા રામાભાઈ આંબલીયાએ કલ્યાણપુર પોલીસને કરતા પોલીસે જરૃરી કાર્યવાહી કરી હતી.