દુકાનોનું પાણી રસ્તા પર રેલાતું હતું
નગરના આંબેડકર ચોકમાં બારે માસ ઉભરાતી ગટરો
દુકાનોનું પાણી રસ્તા પર રેલાય છે. બીજી તરફ્ ડો.આંબેડકર ચોકમા બારે માસ ગટર ઉભરાય છે

દાહોદમા નગર પાલિકાના ચીફ્ ઓફ્સિરના હુકમથી એક શોપીંગ સેન્ટરની ખાણીપીણીની સાત દુકાનો સાગમટે સીલ કરી દીધી છે. કારણ કે દુકાનોનું પાણી રસ્તા પર રેલાય છે. બીજી તરફ્ ડો.આંબેડકર ચોકમા બારે માસ ગટર ઉભરાય છે. ત્યારે તેના માટે ક્યાં સીલ મારવુ તેની જવાબદારોને જાણ હશે.

દાહોદમાં ઝાલોદ રોડના ઓવર બ્રીજના છેડે જતી વખતે જમણી બાજુ એક બહુમાળી બિલ્ડીંગ આવેલી છે. જેમા નીચે દુકાનો છે. જેમાં સાતેક જેટલી ખાણીપીણીની દુકાનો આવેલી છે. આ ખાણી પીણીની દુકાનોનું પાણી રસ્તા પર રેલાય છે અને તેની વ્યાપક ફરિયાદો નગર પાલિકાના ચીફ્ ઓફ્સિર યશપાલસિંહ વાઘેલાને મળી હતી. જેથી ચીફ્ ઓફ્સિરે હુકમ કરતાં પાલિકાના ફુડ ઈન્સ્પેકટરની ટીમે જઈને તાત્કાલિક અસરથી સાતેય દુકાનોને સીલ મારી દીધી.

દાહોદ તાલુકા શાળા પાસે ડો.આંબેડકર ચોકમાં કેટલાયે સમયથી ગટરના પાણી રેલાય છે તેમ છતા જવાબદારો કોઈ નક્કર નિરાકરણ લાવતા નથી. કદાચ સ્માર્ટ સીટીની જવાબદારીમાં આવતુ હોય તો પાલિકાના જવાબદારો કે જે સ્માર્ટ સીટી કંપનીના સભ્ય છે તેઓએ જાણ કરીને તેનુ નિરાકરણ કરાવવુ જોઈએ.

બાજુની બિલ્ડિંગનું સીલ અઠવાડિયામાં ખુલી ગયું

હાલ જે સાત દુકાનોમાં સીલ મારવામા આવ્યુ છે તેની પાસે જ એક બહુમાળી બિલ્ડીંગ આવેલી છે.જે તે સમયે આ બિલ્ડીંગ નિર્માણાધીન હતી ત્યારે કેટલીક ત્રુટીઓ અને કાયદાના ભંગ બદલ નગર પાલિકાના ચીફ્ ઓફ્સિરે આ બિલ્ડીંગ ને સીલ મારી દીધુ હતુ. બાદ અચનાક જ આ સીલ ખોલી દેવાયુ હતુ.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *