અમદાવાદ,શુક્રવાર,5 એપ્રિલ,2024
સુપ્રિમ કોર્ટના જજમેન્ટ બાદ કેટલાક સક્ષમ સત્તાધીશો અને આવશ્યક
સેવા સાથે સંકળાયેલા તમામની ગાડીઓ ઉપરથી હૂટર અને પાઈલોટ લાઈટ દુર કરી દેવાઈ છે.બીજી
તરફ મ્યુનિ.ફાયર વિભાગના આસિસ્ટન્ટ મેનેજરને હૂટર અને પાઈલોટ લાઈટ સાથેની બોલેરો ફાળવવામાં
આવી છે.જમાલપુરથી દાણાપીઠ મ્યુનિ.કચેરી સુધી સમયસર ફાઈલો પહોંચાડવા મંજુરી લઈ આસિસ્ટન્ટ
મેનેજરને બોલેરો ફાળવવામાં આવી હોવાનુ ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનું કહેવુ છે.
અમદાવાદ મ્યુનિ.હસ્તકના ફાયર વિભાગના આસિસ્ટન્ટ મેનેજરને
લાલ લાઈટ અને હૂટર સાથેની બોલેરો ફાળવવામાં આવતા આ મુદ્દે વિવાદ વકર્યો
છે.આસિસ્ટન્ટ મેનેજરને ફાળવવામા આવેલી ગાડીના ડ્રાઈવર તરીકે એ.એમ.ટી.એસ.ના
ડ્રાઈવરને ફરજ ઉપર મુકવામાં આવ્યા છે.વહીવટી બાબત સાથે સંકળાયેલા આસિસ્ટન્ટ
મેનેજરને ફાળવવામાં આવેલી ગાડી સાંજે ઓફિસ અવર્સ બાદ પણ ફરતી હોવાની બાબત ફાયર
વર્તુળોમાં ચર્ચાઈ રહી છે.આ અધિકારીને બદલવા ૧૮ માર્ચ-૨૦૨૪ના રોજ મ્યુનિસિપલ નોકર
મંડળ દ્વારા મ્યુનિ.કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.આસિસ્ટન્ટ મેનેજરને
બોલેરો ફાળવવા અંગે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ કહયુ,જમાલપુર ફાયર
સ્ટેશનથી મ્યુનિ.ની દાણાપીઠ કચેરી સુધી ફાયર વિભાગની ફાઈલો સમયસર પહોંચે તથા કોર્ટ
કેસ અને ઈન્કવાયરીના કામ માટે આવવા-જવા લાલ લાઈટવાળી બોલેરો આ અધિકારીને ડેપ્યુટી
મ્યુનિસિપલ કમિશનર(ફાયર)ની મંજૂરી લઈ ફાળવવામાં આવી છે.અગાઉના આસિસ્ટન્ટ મેનેજરને
લાલ લાઈટવાળી ગાડી ફાળવવા ડેપ્યુટી મ્યુનિ.કમિશનરે સુપ્રિમ કોર્ટના જજમેન્ટને ધ્યાનમાં લઈ મંજૂરી
આપી નહોતી.