Demolition in Vadodara : વડોદરાના રાજ મહેલ રોડ પરના પોલો ગ્રાઉન્ડ આસપાસથી ખાણી પીણીના ખુમચા અને લારીઓ સહિત બાર જેટલા ગેરકાયદે દબાણ કરનારાઓને પાલિકા તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત કમાટીબાગના મેઇન રોડ પર થતા દબાણ રોકવા પેટ્રોલિંગ કરાયું હતું.
રાજમહેલ રોડ પર આવેલા પોલો ગ્રાઉન્ડમાં વિવિધ રમતો રમવા માટે જુવાનીયાઓ આવે છે અને વિસ્તારમાં કેટલાક લોકો મોર્નિંગ માટે પણ સવારે નીકળતા હોય છે. જેથી આવા લોકોને ખાણીપીણીની વ્યવસ્થા પૂરી પાડવા માટે કેટલાક ખૂમચાવાળા અને લારીઓવાળા ગેરકાયદે દબાણો કરી કરતા હોય છે. આવા 10-12 ખુમચાવાળા અને લારીઓ વાળાને પાલિકાની દબાણ શાખાની ટીમે ખસેડ્યા હતા.
જ્યારે કમાટી બાગમાં સહેલાણીઓ મુલાકાત લેતા હોય છે. જેથી ખાણી પીણીના ખુમચાવાળા અને રમકડાવાળા ગેરકાયદે અડીંગો જમાવી દેતા હોય છે. આવા દબાણ કરનારાઓને રોકવાના ઇરાદે ફતેગંજ-કમાટીબાગ મેઇન રોડ પર પણ પાલિકા દબાણશાખાની ટીમે પેટ્રોલિંગ કર્યું હતું. જેથી દબાણ કરનારાઓને વીલા મોઢે પરત ફરવું પડ્યું હતું.