અમદાવાદ,શુક્રવાર,5 એપ્રિલ,2024

સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આવેલા અટલબ્રિજ અને ફલાવર પાર્કની બે
વર્ષના સમયમાં ૪૮.૫૧ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી.સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ
કોર્પોરેશનને રુપિયા ૧૪.૬૯ કરોડથી વધુની આવક થઈ છે.

વર્ષ-૨૦૧૮માં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન
લિમિટેડ દ્વારા રુપિયા ૭૪ કરોડના ખર્ચે સ્ટીલ ફૂટ ઓવરબ્રિજ બનાવવા મંજૂરી આપવામાં
આવી હતી.જૂન-૨૦૨૨માં ૩૦૦ મીટર લાંબા અને ૧૦થી ૧૪ મીટર પહોળા ફૂટ ઓવરબ્રિજની
કામગીરી પુરી કરવામાં આવી હતી.૨૭ ઓગસ્ટ-૨૦૨૨ના દિવસે વડાપ્રધાન દ્વારા અટલ ફૂટ
ઓવરબ્રિજને ખુલ્લો મુકવામા આવ્યો હતો.પતંગ પ્રેરીત ડિઝાઈનથી બનાવવામાં આવેલા અટલ
ફૂટ ઓવરબ્રિજની ૨૨ માર્ચ-૨૦૨૪ સુધીમાં કુલ ૩૬.૨૪ લાખથી વધુ લોકોએ મુલાકાત લેતા
તંત્રને રુપિયા ૧૦.૧૭ કરોડથી વધુની આવક થઈ હતી.આ સમય દરમિયાન અટલ ફૂટ બ્રિજ અને
ફલાવર પાર્કની સંયુકત કુલ ૧૨.૨૭ લાખ લોકોએ મુલાકાત લેતા રુપિયા ૪.૫૧ કરોડથી વધુની
આવક થઈ હતી.એપ્રિલ-૨૦૨૩થી ૩૧ માર્ચ-૨૦૨૪ સુધીમાં અટલ ફૂટ બ્રિજ તથા ફલાવરપાર્કની
કુલ ૨૮.૪૬ લાખ લોકોએ મુલાકાત લેતા તંત્રને રુપિયા ૮.૫૩ કરોડથી વધુની આવક થવા પામી
હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *