અમદાવાદ,શુક્રવાર,24 મે,2024

અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૬ ડિગ્રી સેલ્સિયસના આંકને વટાવી
ગયુ છે. કાળઝાળ ગરમીની સાથે ૧૪ દિવસમાં ફાયર વિભાગને એમ્બ્યુલન્સ તથા શબવાહિનીના
બે હજારથી વધુ કોલ મળ્યા હતા.વર્ષ-૨૦૨૩ના મે મહિનામાં ફાયર વિભાગને એમ્બ્યુલન્સ
તથા શબવાહિનીના ૧૭૫૨ કોલ મળ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ફાયર વિભાગ તરફથી
મ્યુનિસિપલ કોર્પોરેશન લિમીટ ઉપરાંત શહેર બહાર પણ અંગારકોલ ઉપરાંત રેસ્કયૂ કોલની
સાથે એમ્બ્યુલન્સ તેમજ શબવાહિની સહિતની અન્ય સેવા પુરી પાડવામાં આવે છે. આ વર્ષે
મે મહિનાના બીજા સપ્તાહથી શહેરના મહત્તમ તાપમાનમાં સતત વધારો થતો જોવા મળી રહયો
છે.વર્ષ-૨૦૨૩માં ૧૦થી ૨૩ મે સુધીના સમયમાં અમદાવાદ ફાયર વિભાગને મ્યુનિ.લિમિટ તથા
શહેર બહાર એમ્બ્યુલન્સ અંગેના કુલ ૭૦૮ કોલ તથા શબવાહિનીના ૧૦૪૪ કોલ મળ્યા હતા.
જેની સરખામણીમાં આ વર્ષે ૧૦ મેથી ૨૩ મે સુધીમાં ફાયર વિભાગને એમ્બ્યુલન્સના કુલ
૭૬૦ તથા શબવાહિનીના ૧૨૪૫ સાથે બંનેના કુલ ૨૦૦૫ કોલ મળ્યા હતા.આ વર્ષે ૧૦થી ૨૩ મે
સુધીમાં ૧૪૮ અંગારકોલ
, ૧૦૧
બચાવકોલ તથા ૧૬૬ બંદોબસ્ત માટેના કોલ એમ કુલ મળીને ૨૪૨૦ કોલ મળ્યા
હતા.વર્ષ-૨૦૨૩માં ફાયર વિભાગને વિવિધ કામગીરી માટે કુલ ૨૧૧૦ કોલ મળ્યા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *