JP Nadda Swearing In Rajya Sabha: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા છે. આ વખતે જે.પી. નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભા પહોંચ્યા છે. તેમણે ગયા મહિને હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.
જે.પી. નડ્ડા બિનહરીફ ચૂંટાયા
અગાઉ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ રહેશે. જે.પી. નડ્ડા રાજ્યસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી બિનહરીફ ચૂંટાયા હતા. તેઓ 57 રાજ્યસભા સાંસદોમાંથી એક છે જેમનો કાર્યકાળ એપ્રિલ મહિનામાં પૂરો થયો હતો. હવે તેમણે ગુજરાત બેઠક પરથી રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા છે. ગુજરાતમાંથી ભાજપના ચાર સાંસદો રાજ્યસભામાં ચૂંટાયા છે. જેમાં જે.પી. નડ્ડા, મયંક નાયક, જસવંતસિંહ પરમાર અને ગોવિંદ ધોળકિયાનો સમાવેશ થાય છે.
ભાજપ જે.પી. નડ્ડાના નેતૃત્વમાં ચૂંટણી લડશે
ઉલ્લેખનીય છે કે, જગત પ્રકાશ નડ્ડા એ 41 ઉમેદવારોમાં સામેલ હતા, જેઓ રાજ્યસભા ચૂંટણીમાં બિનહરીફ જીત્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે.પી. નડ્ડાનો કાર્યકાળ જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. આ પહેલીવાર હશે જ્યારે ભાજપ જે.પી. નડ્ડાના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી લડશે.