Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને લઈને દેશમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ચૂંટણીમાં રાજકીય પક્ષો સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયા છે. તમામ પક્ષોના ઉમેદવારો પણ પોતપોતાના વિસ્તારોમાં જઈને પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરીને પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. તો જાણીએ શું છે સમગ્ર મામલો?

શું છે સમગ્ર મામલો?

આમ આદમી પાર્ટીએ હરિયાણાના કૈથલમાં બે જાહેરસભાઓ યોજવા માટે ચૂંટણી પંચ પાસે મંજૂરી માગી હતી. આના પર ચૂંટણી પંચે તેમની અરજીઓ ફગાવી દીધી હતી. આપનો આરોપ છે કે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આપેએ ચૂંટણી પંચ પાસે કાર્યવાહીની માગ કરી હતી.

ચૂંટણી પંચે કાર્યવાહી કરી

આ મામલો ધ્યાને આવતાં જ ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી પાંચ કોમ્પ્યુટર ઓપરેટરોને સસ્પેન્ડ કરી દીધા છે. તેમજ પોલીસને આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ કેસમાં ચૂંટણી પંચી પોર્ટલ હેક થયાનું સામે આવી રહ્યું છે.

કુરુક્ષેત્ર બેઠકથી આપના ઉમેદવાર ચૂંટણીના મેદાને

હરિયાણામાં I.N.D.I.A. ગઠબંધન હેઠળ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકની વહેંચણી થઈ છે. આપના ખાતામાં માત્ર એક કુરુક્ષેત્ર બેઠક મળી છે, જ્યાંથી પાર્ટીએ સુશીલ ગુપ્તાને મેદાનમાં ઉતાર્યા છે. વાંધાજનક ટિપ્પણી બાદ આપ ઉમેદવાર સુશીલ ગુપ્તાએ એક વીડિયો જાહેર કરીને ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે.

આપે લગાવ્યો મોટો આરોપ

આપના ઉમેદવાર સુશીલ ગુપ્તાએ કહ્યું કે, ‘ચૂંટણી પંચ હરિયાણામાં ભાજપ માટે પાંગળું બની ગયું છે. આપ દ્વારા સાતમી એપ્રિલે બે કાર્યક્રમો માટે મંજૂરી માંગવામાં આવી હતી. તેને નકારી કાઢવામાં આવી હતી અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શું આ દેશમાં નિષ્પક્ષ ચૂંટણી ન થઈ શકે? ચૂંટણ પંચ આવી ભાષાનો ઉપયોગ કરતાં વધુ શરમજનક કંઈ હોઈ શકે નહીં. દેશની જનતા સહન કરશે નહીં.’

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *