સુરત
તાપી કિનારા હક્ક હમારાના નારા સાથે આંદોલન છેડનાર
વકીલમંડળના 28 મીએ કોર્ટ બિલ્ડીંગ
કમીટીના સભ્યો સાથે રણનીતિ ઘડશે
સુચિત
કોર્ટ બિલ્ડીંગ માટે જીયાવ-બુડીયાને બદલે વૈકલ્પિક જગ્યા તરીકે ભાઠાની સર્વે નં.491 સિવાય અન્ય 19 જેટલા સર્વે નંબરની જમીન અંગેની માહિતી રિપોર્ટ આપવા સુરત જિલ્લા વકીલ મંડળે
સુરત જિલ્લા કલેકટર સમક્ષ માંગ કરી હતી.જેથી
વકીલમંડળની માંગને સંદર્ભે સુરત જિલ્લા કલેકટરે વિવિધ વહીવટીતંત્ર પાસેથી મંગાવેલા
રિપોર્ટ આજે નેગેટીવ આવ્યો હોવાની વિગતો સાંપડી છે.જેના પગલે આગામી 28મી મેના રોજ કોર્ટ બિલ્ડીંગ કમીટીના સભ્યો સાથે મંત્રણા હાથ ધરીને વકીલ મંડળના
હોદ્દેદારો ભાવિ રણનીતી નક્કી કરશે.
અઠવાલાઈન્સ
સ્થિત સુરત જિલ્લા ન્યાયાલય કોર્ટ બિલ્ડીંગને જીયાવ-બુડીયા ખાતે સ્થળાંતરિત
કરવામાં મામલે વકીલ મંડળની સામાન્ય સભાએ સર્વાનુમતે બબ્બેવાર ઠરાવ પસાર કરીને
નકારી કાઢી અન્ય વૈકલ્પિક જગ્યાની માંગણી કરી હતી.જે સંદર્ભે સુરત જિલ્લા મુખ્ય
ન્યાયાધીશ આર.ટી.વાછાણી તથા વકીલ મંડળના હોદ્દેદારો વચ્ચે થયેલી મંત્રણા બાદ ભાઠા
ગામની વૈકલ્પિક જગ્યાના વિકલ્પે ભીમપોરની જમીનમાં સુચિત કોર્ટ બિલ્ડીંગની માંગને
સ્ટેન્ડ બાય રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અલબત્ત
સુરત જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારઘીએ ભાઠાના બ્લોક નં.491નો રિપોર્ટ નેગેટીવ
હોવાનું જાહેર કર્યું હતુ.જેના પગલે બાર એસો.ના પ્રમુખ ઉદય પટેલ,મંત્રી અશ્વિન પટેલ,ઉપપ્રમુખ અભિષેક શાહ તથા કોર્ટ
બિલ્ડીંગ કમીટીના મેમ્બર્સે સુરત જિલ્લા કલેકટરની પ્રત્યક્ષ મુલાકાત લઈને ભાઠા
ગામના સર્વે નં.491 સિવાય અન્ય ૧૯ જેટલી સરકારી પડતર જમીનના
બ્લોક અંગે માહિતી આપવા માંગ કરી હતી.જેથી સુરત જિલ્લા કલેકટરે સુડા,જીપીસીબી,સુરત મહાનગર પાલિકા,સિંચાઈ
વિભાગ સહિતના સંલગ્ન વિવિધ સરકારી વિભાગ પાસે વકીલમંડળે અન્ય સર્વે નંબરની માંગેલી
માહિતી અંગે તાકીદે રિપોર્ટ આપવા નિર્દેશ આપ્યો હતો.
જેથી
વિવિધ સરકારી વહીવટી તંત્ર દ્વારા વકીલમંડળ દ્વારા ભાઠા ગામની સર્વે નંબરની અન્ય 19 જેટલી જમીનમાં કોર્ટ
બિલ્ડીંગ બનાવી શકાય કે તે અંગેનો રિપોર્ટ નેગેટીવ આપ્યો છે.જેના પગલે વકીલમંડળના
હોદ્દેદારોએ ફરી એકવાર કોર્ટ બિલ્ડીંગ સ્થળાંતરના મુદ્દે વૈકલ્પિક જગ્યા બાબતે
ચર્ચા વિચારણા હાથ ધરવા આગામી 28મી મેના રોજ કોર્ટ બિલ્ડીંગ
કમીટીના સભ્યોની બેઠક બોલાવી છે.જેમાં આગામી રણનીતિ ઘડવા નિર્ણય લેવામાં આવશે.
અત્રે
નોંધનીય છે કે કોર્ટ સ્થળાંતરના મુદ્દે અગાઉ સુરત સીટી બાર એસો.ને જીયાવ-બુડીયા
સ્થિત કોર્ટ સ્થળાંતરને પોતાની સર્વાનુમતે મંજુરી આપ્યા બાદ ફેરવી તોળ્યુ ંહતુ.જો
કે હાલમાં લીગલ સેલ પ્રેરિત કેટલાક પરપ્રાંતીય વકીલોના જુથ દ્વારા સુરત જિલ્લા
વકીલ મંડળની સામાન્ય સભાના ઠરાવની વિરુદ્ધ જીયાવ-બુડીયા ખાતે કોર્ટ સ્થળાંતરની
તરફેણમાં અંદરખાને મુહીમ ચલાવી રહ્યા છે.જેથી કોર્ટ બિલ્ડીંગ સ્થળાંતરનના મુદ્દે
બે ભાગમાં વહેચાયેલી વકીલઆલમમાં વધુ એકવાર શિયાળ તાણે સીમ ભણી એને કુતરું તાણે ગામ
ભણી જેવી કહેવતને સાર્થક કરે તેવી સંભાવના વર્તાઈ રહી છે.
સુચિત કોર્ટ
બિલ્ડીંગ માટે ભાઠાની વૈકલ્પિક જગ્યા અંગે વિવિધ વિભાગોએ આપેલા નેગેટીવ રિપોર્ટના કારણો
(પ્રતિનિધિ દ્વારા)
સુરત જિલ્લા નવી કોર્ટ બિલ્ડીંગ બનાવવા ભાઠા ગામની 19 બ્લોક નંબરની વૈકલ્પિક જગ્યામાં કઈ જમીન ડુબાણમાં જાય છે,ક્યા બ્લોક માં બાંધકામ પ્રવૃત્તિ શક્ય છે કે કેમ તે અંગે નીચે મુજબ વિવિધ
વિભાગે નેગેટીવ રિપોર્ટ આપ્યો છે.
(૧)સિંચાઈ વિભાગઃ સુરત પુર હોનારત –2006ના તપાસપંચના વચગાળાના સુચનોના
પાના નં.9ને ટાંકીને જણાવ્યું છે કે આ સમગ્ર વિસ્તાર
વર્ષ-2006ના પુર સમયે 10 થી 15 ફુટ ઉંડાઈ ડુબાણમાં હતો.પુરની જળસપાટી નોંધવામાં આવી તે ઉંચાઈ સુધી ઘન
પ્રકારના બાંધકામની પરવાનગી આપવી જોઈએ નહીં.સિંચાઈ વિભાગે બનાવેલી તાપી નદીના પાળા,રીટેઈનીંગ વોલથી નિયંત્રિત કરેલી લાઈનમાં કે નદી તરફના ભાગમાં બાંધકામ કરી
શકાય નહીં.
(૨)સુડાઃવકીલમંડળ દ્વારા માંગવામાં આવેલી 19
બ્લોક નંબરની જમીનોનો સમાવેશ સુડાની મંજુર તથા અમલી વિકાસ યોજના 2035 મુજબ એગ્રિકલ્ચર ઝોનમાં થાય છે.
(૩)ટાઉન પ્લાનિંગ સુરત
મ્યુ.કોર્પોરેશનઃતાપી ફ્લડ પ્રોન એરીયાની
થયેલી જોગવાઈ મુજબ સીડીજીસીઆર-2017ની જોગવાઈ ધ્યાને લેતા આ જમીનમાં સુચિત કોર્ટ બિલ્ડીંગના
બાંધકામ મળવાપાત્ર નથી.
(૪)ગુજરાત પ્રદુષણ બોર્ડ પ્રાદેશિક
અધિકારીઃહાલના ઈઆઆ એ નોટીફિકેશનની જોગવાઈ મુજબ જો ઉપરોક્ત જમીનમાં 20 હજાર ચોમીથી વધુ બાંધકામ પ્રોજેક્ટ થાય તો પર્યાવરણીય મંજુરી લ મેળવવી જરૃરી
છે.સીઆરઝેડ નોટીફિકેશન મુજબ ડીઝાસ્ટર મેનેજન્ટ અંગેન સંલગ્ન પોલીસીનું અમલીકરણ થાય
તે હિતાવહ છે.