સુરત
ફરીયાદીની સાસુ વિશે ફેસબુક પર ખોટી કોમેન્ટ કરનાર
સસ્પેન્ડેડ ASIને સમજાવવા ગયેલા ફરિયાદીના પિતાને માર મારતાં મોત નિપજ્યુ
હતુ
પોતાની
સાસુ વિશે ફેસબુક પર ખોટી કોમેન્ટ કરવાના મુદ્દે સમજાવવા ગયેલા ફરિયાદી તથા તેના
પિતા સાથે બોલાચાલી કરી ફરિયાદીના પિતાને ધક્કો મારતાં આંતરિક ઈજાથી મૃત્યુ
નિપજતાં મૃત્તકની ફોરેન્સિક પી.એમ.કરાવવાની આરોપી સસ્પેન્ડેડ એ.એસ.આઈ.ની માંગ
નકારતી નીચલી કોર્ટના હુકમની કાયદેસરતાને પડકારતી રિવીઝન અરજીને એડીશ્નલ સેશન્સ જજ
રીતેશકુમાર કે.મોઢે નકારી કાઢી છે.
ભેસ્તાન
ઉન ખાતે રોયલ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી સુમિત ઉર્ફે બંટી સલીમભાઈ
સદરૃદ્દીન બાઘડીયાએ પોતાની સાસુ વિશે ફેસબુક ખોટી કોમેન્ટ કરીને પોસ્ટ કરનાર
એ.એસ.આઈ.રોનક નજમુદ્દીન હીરાણી(રે.રોયલ એવન્યુ એપાર્ટમેન્ટ,ઉન ભેસ્તાન)ને તા.9-3-2024ના રોજ ફરિયાદી તથા તેના પિતા સલીમભાઈ બાગડીયા સમજાવવા ગયા હતા.જે દરમિયાન
આરોપી રોનક હીરાણીએ ફરિયાદી તથા તેના પિતા સાથે બોલાચાલી કરીને ફરિયાદીના પિતાને
ધક્કામુક્કી કરીને છાતી તથા પેટમાં
ઢીક્કમુક્કીનો માર માર્યો હતો.જેના કારણે મુઢ માર વાગવાથી ફરિયાદીના પિતાનું નિધન
થતાં નવી સીવીલ હોસ્પિટલમાં ફોરેન્સિક પી.એમ.કરાવ્યું હતુ.જેથી પીએમ રિપોર્ટમાં
મૃત્તકનું મોત લીવર તથા જમણી કીડનીમાં ઈજા થવાથી હેમરેજ અને શોકને કારણે મૃત્યુ
થયું હોવાનું બહાર આવ્યું હતુ.
આથી
ફરિયાદી સુમિલ બાઘડીયાએ પોતાની પિતાની હત્યાના ગુના બદલ આરોપી રોનક હીરાણી વિરુધ્ધ
ભેસ્તાન પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરી જેલભેગો કરવામાં આવ્યો હતો.જે
દરમિયાન આરોપી રોનક હીરાણી દ્વારા મરનારને કોઈ બાહ્ય ઈજા ન હોવા તથા પોતે માર
માર્યો ન હોઈ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થાય તો મૃત્તકના મૃત્યુનું કારણ જાણવા મળે તે
માટે તપાસ અધિકારીને હુકમ કરવા ટ્રાયલ કોર્ટમાં ધા નાખી હતી.
જો કે
ટ્રાયલ કોર્ટે પોલીસ પેપર્સને ધ્યાને લઈને આ કેસમાં ફોરેન્સિક પીએમ થયું હોઈ
આરોપીની અરજી નકારી કાઢી હતી.જેથી નીચલી કોર્ટના હુકમથી નારાજ થઈને આરોપી રોનક
હીરાણીએ તેની કાયદેસરતાને એપેલેટ કોર્ટમાં પડકારતી રીવીઝન અરજી કરી હતી.અપીલકર્તાએ
જણાવ્યું હતું કે મૃત્તકને આડોશપાડોશના લોકો તથા તેના સંબંધીઓ બનાવને દિવસે બહાર લઈ
જતા ચક્કર આવતા પડી ગયા હતા.તેને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હોવાનું નજરે જોનાર
કહેતા હતા.જો કે પાછળથી મૃત્તકના પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મેળવ્યા બાદ ફરીવાર એમ્બ્યુલન્સને
હોસ્પિટલમાં લાવીને બીજો પીએમ રિપોર્ટ કરાવ્યો હોવાનો દાવો કર્યો હતો.જે અંગ
સીસીટીવી ફુટેજનો હવાલો આપી ફરીવાર પીએમ કરાવવાની માંગ નકારતા નીચલી કોર્ટના
હુકમને રદ કરવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી અરવિંદ વસોયાએ તપાસ
અધિકારી તથા વીથ પ્રોસિક્યુશન પરેશ ગલીયાવાળાની એફીડેવિટ રજુ કરી હતી.સરકારપક્ષે
જણાવ્યું હતું કે હાલની રિવીઝન અરજી ટ્વીસ્ટ કરીને આફટર થોટ હોય કોર્ટને ગેરમાર્ગે
દોરવવાની નેમ સાથે કરી હોવાથી રદ કરવા માંગ કરી હતી.અગાઉ આરોપીએ મૃત્તકના ફરી પીએમ
માટે તપાસ અધિકારીને હુકમ કરવા માંગ કરી હતી.જ્યારે હાલની રિવીઝનમાં મૃત્તકનું
પીએમ અન્ય હોસ્પિટલના ફોરેન્સિક પેનલ પાસે કરાવવા માંગ કરી છે.જેથી કોર્ટે ટ્રાયલ
કોર્ટનો હુકમ કાયદેસરનો ઠેરવી કાયમ રાખી આરોપી અપીલકર્તાની રિવીઝનને નકારી કાઢી
છે.