અમદાવાદ, મંગળવાર
વટવા જીઆઇડીસી ખાતે આવેલી કેમિકલ કંપની દ્વારા હાથીજણ નજીક એસિડયુક્ત કેમિકલ પાણી જાહેરમાં છોડીને પર્યાવરણને નુકસાન કરવામાં આવી રહ્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે હાથીજણ નજીક વિંઝોલ રેલ્વે બ્રિજ પાસે એએમસી દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી. તેમાં એક અંડર ગ્રાઉન્ડ પાઇપ મળી હતી. જેથી એએમસીના અધિકારીઓએ જીપીસીબીને જાણ કરતા તપાસ કરતા વટવા જીઆઇસીની કંપનીમાંથી આ ઝેરી કેમિકલ કેનાલમાં ઠાલવવામાં આવતું હોવાનુ ંબહાર આવ્યું હતું. આ ઘટના અંગે જીપીસીબીએ કંપનીના માલિકો સામે વટવા જીઆઇડીસીમાં ફરિયાદ નોધાવી છે.
કંપનીએ એસિડીક કેમિકલ યુક્ત પાણી છોડીને પર્યાવરણને નુકસાન કરતા, પોલ્યુશન કંટ્રોલના એન્જિનિયરે વટવા જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવી
વટવા વિંઝોલમાં આયોજનગર પાસે રહેતા અને ગુજરાત પોલ્યુશન નિયંત્રણ બોર્ડમાં મદદનીશ પર્યાવરણ એન્જિનિયર તરીકે નોકરી કરતા સુભમ સોનાવાડિયા (ઉ.વ.૨૯)એ વટવા જીઆઇડી પોલીસ સ્ટેશનમાં ડાયોપ્રિન્ટ ગુજરાત પ્રાઇવેટ લીમીટેડ કંપનીના જવાબદારો સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૩૦ એપ્રિલે વિંઝોલ રીંગરોડ રેલ્વે બ્રિજ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની પાઇપ લાઇન નાખવાની કામગીરી થઇ રહી હતી. આ દરમ્યાન એક અન્ડર ગ્રાઉન્ડ પાઇપ મળી આવી હતી. જેથી એએમસી દ્વારા તેમને જાણ કરવામાં આવી હતી. જેથી તેઓ ટીમ સાથે તાત્કાલિક પહોચીને જોતા એક અંડર ગ્રાઉન્ડ પાઇપ હતી. તે પાઇપ લીકેજ હોવાથી તેમાંથી પી.એચ. પેપરથી ચેક કરતા એસિડીક કેમિકલ નીકળતું હોવાનું બહાર આવ્યું હતું.
ત્યારબાદ જેસીબી મશીન દ્વારા ખોદકામ કરાવી તે આગળ ખારીકટ કેનાલમાં જતી હતી. બાદમાં પાઇપ અંગે તપાસ કરતા તે ડાયોપ્રિન્ટ ગુજરાત પ્રાઇવેટ લીમીટેડમાંથી આ કેમિકલ આવતું હોવાનું સામે આવ્યું હતું આ ઝેરી કેમિકલથી અનેક લોકોને તથા પર્યાવરણને નુકસાન કરતું હોવાથી પોલ્યુશન કન્ટ્રોલ બોર્ટના એન્જીનીયરે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં કંપનીના જવાબદારો સામે ફરિયાદ નાંેધાવતા પોલીસે ગુનો નોંધી કેટલા સમયથી આ ગોરખધંધા ચાલી રહ્યા છે તે સહિતની તપાસ શરુ કરી છે.