Image: Freepik

વડોદરાના વાઘોડિયા રોડ પર એસબીઆઇના એટીએમમાંથી ચોરીનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર બનાવમાં નવસારી ખાતે પેટ્રોલ પંપમાંથી 45 હજાર રૂપિયા અને મોબાઇલની ચોરી કરનાર કર્મચારીને વડોદરા ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે અને ચોરીની રોકડ રકમ અને મોબાઈલ પણ જપ્ત કર્યો છે. 

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પરના પુનમ કોમ્પ્લેક્સમાં આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ રૂમમાં બે ઇસમો પ્રવેશ્યા હતા અને એટીએમના મેઇન ડોરને કોઇ સાધન વડે તોડીને અંદર રાખવામાં આવેલા પાસવર્ડનું બટન, ડીવાઈસ, ડીજીટલ લોક અને મશીન સાથે વાયરો તોડી નાખ્યા હતા અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. એટીએમ મશીનનું 75 હજાર રૂપિયાનું નુકસાન કર્યું હતું. આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. 4 એપ્રિલના રોજ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાડા ગામ મરોલી ચાર રસ્તા પાસે આવેલા એચ.પી. પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીએ મેનેજરનો મોબાઈલ અને વકરાના 45 હજાર રૂપિયાની ચોરી કરી હતી. આ દરમિયાન આરોપી મોહિત ઉર્ફે પુનિત ઉર્ફે લંગડો અજયભાઈ સૈની (ઉં.વ.27) વડોદરા રેલવે સ્ટેશન બહાર હાજર હતો. વડોદરા ક્રાઇમ બ્રાંચે તેને પકડ્યો હતો અને તેની પાસેથી શંકાસ્પદ બેગ મળી તેની પૂછપરછ કરી હતી. જેમાં તે ચોરી કરીને આવ્યો હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *