Surat Sarthana Nature Park : સુરતમાં ઉનાળા વેકેશન દરમિયાન ફરી એક વાર સુરત પાલિકાના સરથાણા નેચર પાર્ક, સુરતીઓના મનોરંજન માટે હોટ ફેવરિટ બની ગયા છે. મે મહિનાના પહેલા 12 દિવસમાં જ સુરત પાલિકાના નેચર પાર્કમાં 53664 મુલાકાતીઓ આવ્યા છે. મુલાકાતીઓની સંખ્યા માં વધારો થતાં સુરત પાલિકાને 13.78 લાખની ટિકિટની આવક પણ થઈ છે.
છેલ્લા કેટલાક વખતથી સુરતીઓ માટે રજાના દિવસોમાં સરથાણા નેચર પાર્ક હોટ ફેવરિટ બની રહ્યું છે. તેમાં પણ દિવાળી અને ઉનાળુ વેકેશનમાં સુરતીઓ નેચર પાર્કમાં ઉમટી પડી રહ્યાં છે. જેમાં પણ વેકેશનના પહેલા બીજા દિવસે એટલે કે 5 મે ના રોજ સુરત પાલિકાના નેચર પાર્કમાં દસ હજારથી વધુ મુલાકાતીઓ આવી ગયા હતા. જેના કારણે પાલિકાને 2.46 લાખની આવક થઈ હતી. આ ઉપરાંત મે મહિનાના પહેલા 12 દિવસમાં સુરત પાલિકાના સરથાણા નેચર પાર્કમાં 56664 મુલાકાતીઓ આવ્યા હતા જેના કારણે પાલિકાને 13.76 લાખની આવક થઈ છે. હજી વેકેશનના દિવસો બાકી છે તેમાં પણ વીક એન્ડમાં વધુ મુલાકાતીઓ આવે અને પાલિકાને વધુ આવક થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.