– ભરત નિવાસમાં મહિલા ગુન્હા નિવારણ શાખાએ ભરબપોરે સંચાલક, છ દલાલ સાથે ચાર ગ્રાહક ઝડપ્યા
– ત્રણ ભારતીય લલનાને મુક્ત કરાવાઈ
સુરત, : સુરતના હાર્દસમા ભાગળ શાકમાર્કેટમાં એક મકાનમાં ધમધમતું કુટણખાનું મહિલા ગુન્હા નિવારણ શાખાએ ડમી ગ્રાહક મોકલી ખરાઈ કર્યા બાદ ઝડપી પાડી સંચાલક, છ દલાલ અને ચાર ગ્રાહકની ધરપકડ કરી હતી.મહિલા ગુન્હા નિવારણ શાખાએ ત્રણ લલનાને મુક્ત કરાવી રોકડા રૂ.12 હજાર, રૂ.85 હજારની મત્તાના 17 મોબાઈલ ફોન, 25 છુટા કોન્ડોમ અને કોન્ડોમના બે પેકેટ મળી કુલ રૂ.97 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મહિલા ગુન્હા નિવારણ શાખાના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વુમન એએસઆઈ વૈશાલીબેન રઘુનાથરાવને બાતમી મળી હતી કે ભાગળ ચાર રસ્તા પાસે શાકમાર્કેટના ભરતનિવાસમાં કુટણખાનું ધમધમે છે.બાતમીના આધારે મહિલા ગુન્હા નિવારણ શાખાએ ડમી ગ્રાહક મોકલી ખરાઈ કર્યા બાદ ગત બપોરે ભરત નિવાસના ત્રીજા માળે રેઈડ કરી ત્યાંથી સંચાલક જીગર ગાંધી ઉપરાંત તેમને લલનાઓ સાથે સંપર્ક કરી મોકલતા બે દલાલ વિકી ઉર્ફે અમિત તેમજ શેખર સાલુંકે ઉપરાંત ગ્રાહકોનો સંપર્ક કરી તેમને ત્યાં શરીરસુખ માણવા બોલાવતા દલાલ ખીરોદકુમાર ઉર્ફે રાકેશ, સંજયકુમાર પટેલ, રબુલમંડલ આલીમંડલ, નુર મોંડલને ઝડપી લીધા હતા.
મહિલા ગુન્હા નિવારણ શાખાએ ત્યાંથી ત્રણ ભારતીય લલનાઓને પણ મુક્ત કરાવી ત્યાં શરીરસુખ માણવા આવેલા ગ્રાહકો માનવ બલર, જગદીશ પાદરીયા, રવિ બલર અને હીરાલાલ મિશ્રાને પણ ઝડપી પાડી ત્યાંથી રોકડા રૂ.12 હજાર, રૂ.85 હજારની મત્તાના 17 મોબાઈલ ફોન, 25 છુટા કોન્ડોમ અને કોન્ડોમના બે પેકેટ મળી કુલ રૂ.97 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.મહિલા ગુન્હા નિવારણ શાખાએ આ અંગે મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દલાલો વ્હોટ્સએપ ઉપર ગ્રાહકોને યુવતીના ફોટા મોકલી બોલાવતા હતા
સુરત, : સુરતના હાર્દસમા ભાગળ શાકમાર્કેટના ભરત નિવાસમાંથી ઝડપાયેલા કુટણખાનામાં જે ગ્રાહકો આવતા હતા તેમને ચાર દલાલ ખીરોદકુમાર ઉર્ફે રાકેશ, સંજયકુમાર પટેલ, રબુલમંડલ આલીમંડલ, નુર મોંડલ વ્હોટ્સએપ ઉપર લલનાના ફોટા મોકલી બોલાવતા હતા.મહિલા ગુન્હા નિવારણ શાખાને તેમના મોબાઈલ ફોનમાંથી જુદીજુદી લલનાઓના ફોટા પણ મળ્યા હતા.
કોણ કોણ પકડાયું
(1) સંચાલક જીગર રમેશચંદ્ર ગાંધી ( ઉ.વ.30, રહે.ત્રીજો માળ, ભરત નિવાસ, બ્લોક નં.5, ઘર નં.5/363-અ-એ, શાકભાજી માર્કેટ, બરાનપુરી ભાગળ, સુરત )
(2) દલાલ વિકી ઉર્ફે અમિત શો બિશ્વાનાથ શો ( રહે.34, ભાજીવાલા એસ્ટેટ, અશ્વનીકુમાર રીડ, સુરત )
(3) દલાલ શેખર ચુડામન સાલુંકે ( રહે.ફ્લેટ નં.107/એ, શાંતિસદન, પુષ્પક સોસાયટી પાસે, ટેકરાવાલા સ્કુલની સામે, પાલનપુર પાટીયા, સુરત )
(4) દલાલ ખીરોદકુમાર ઉર્ફે રાકેશ માયાધર નાયક ( ઉ.વ.43, રહે.ઘર નં.4, ગાયત્રી સોસાયટી, પાલનપુર પાટીયા, સુરત. મૂળ રહે.ઓડિશા )
(5) દલાલ સંજયકુમાર દિપકભાઈ પટેલ ( ઉ.વ.29, રહે.ઘર નં.4, ગાયત્રી સોસાયટી, પાલનપુર પાટીયા, સુરત. મૂળ રહે.ચાસા, તા.ચીખલી, જી.નવસારી )
(6) દલાલ રબુલમંડલ આલીમંડલ ( ઉ.વ.26, રહે.કાંસકીવાડ મસ્જીદ, ભાગળ ચાર રસ્તા, સુરત. મૂળ રહે.કોલકત્તા )
(7) દલાલ નુર મોંડલ જીસાદ અલી મોંડલ ( ઉ.વ.39, રહે.ફુલવાડી ઝુપડપટ્ટી, ભરીમાતા રોડ, સુરત. મૂળ રહે.કોલકત્તા )
(8) ગ્રાહક માનવ રમેશભાઈ બલર ( ઉ.વ.22, રહે.અભિનંદન રેસિડન્સી, ઉત્રાણ, સુરત. મૂળ રહે.છાપરી, તા.પાલીતાણા, જી.ભાવનગર )
(9) ગ્રાહક જગદીશ મનજીભાઈ પાદરીયા ( ઉ.વ.32, રહે.ઘર નં.62/63, પ્રાણનાથ સોસાયટી, વેડરોડ, સુરત. મૂળ રહે.ભાંથરીયા, તા.લખતર, જી.સુરેન્દ્રનગર )
(10) ગ્રાહક રવિ તુલસીભાઈ બલર ( ઉ.વ.29, રહે.ઘર નં.સી/304, સેન્ટોસા હાઈટસ, ઉત્રાણ, સુરત. મૂળ રહે.છાપરી, તા.પાલીતાણા, જી.ભાવનગર )
(11) ગ્રાહક હીરાલાલ હરીશચંદ્ર મિશ્રા ( ઉ.વ.27, રહે.આઈ-502, આનંદો હોમ્સ, બમરોલી રોડ, અલથાણ, સુરત. મૂળ રહે.બડાગામ, તા.બીજાવર,જી.છત્રપુર, મધ્યપ્રદેશ )