અમદાવાદ,ગુરુવાર,4 એપ્રિલ,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત
એસ.વી.પી.હોસ્પિટલમાં હાઉસકિપિંગ તરીકે ફરજ બજાવતા ૩૦૦ કર્મચારીઓ ગુરુવાર સવારથી
કાયમી કરવાની માગણી સાથે હડતાળ ઉપર ઉતર્યા હતા.કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવા
અંગે હોસ્પિટલ કેમ્પસમાં સૂત્રોચ્ચાર સાથે
ધરણાં પ્રદર્શન કર્મચારીઓએ કર્યુ હતુ.
એસ.વી.પી.હોસ્પિટલ ખાતે
સાફ-સફાઈ કામગીરી માટે હાઉસકિપિંગનો કોન્ટ્રાકટ સિંદુરી ફેબર નામની કંપનીને
આપવામાં આવ્યો હતો.આ કંપનીનો કોન્ટ્રાકટ ૧૬ તારીખે પુરો થઈ રહયો હોવાથી જુના
કોન્ટ્રાકટરના કર્મચારીઓને નવા કોન્ટ્રાકટર સાથે કામ કરવા સુચના અપાઈ
હતી.કર્મચારીઓ નવા કોન્ટ્રાકટર સાથે કામ કરવા તૈયાર ના હોવાથી શુક્રવારે સવારે
હોસ્પિટલ કેમ્પસમાં મોટી સંખ્યામાં એકઠા થઈ હોસ્પિટલ તંત્રની નિતિ સામે વિરોધ
પ્રદર્શન કર્યુ હતુ.હોસ્પિટલના સી.ઈ.ઓ. સૌરભ પટેલે કહયુ, ત્રણ શિફટમાં ૩૦૦
કર્મચારીઓ હોસ્પિટલમાં સાફ-સફાઈ માટે હાઉસકિપિંગની કામગીરી કરે છે.કર્મચારીઓ તરફથી
ધરણાં પ્રદર્શન કરવા સંદર્ભમાં હોસ્પિટલ તંત્રને અરજી મળી હતી.હોસ્પિટલની સાફ
-સફાઈ કામગીરી ઉપર કોઈ અસર ના થાય એ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી
છે.કર્મચારીઓની હડતાળ અંગે કોન્ટ્રકટ કંપનીને જાણ કરવામાં આવી છે.