મંદિર પરિસર તેમજ છપ્પનસિડીએ ભક્તોની ભીડ જામી : આવતી કાલે મંદિરમાં અક્ષયતૃતિયા નિમિત્તે દર્શન સમયમાં ફેરફાર : ઉનાળાના કારણે મંદિર પરિસરમાં ડોમ ફીટ કરાયા
દ્વારકા, : યાત્રાધામ દ્વારકામાં ચૈત્રી અમાવાસ્યા નિમિતે હજારો ભાવિકોએ ગોમતી સ્નાન કરી પૂણ્યોપાર્જન કર્યું હતુ. ઠાકોરજીના દર્શન માટે સ્વર્ગદ્વારે ભાવિકોની લાંબી કતારો લાગી હતી. અક્ષય તૃતિયા નિમિતે શ્રીજીના ઉત્સવ દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.
યાત્રાધામ દ્વારકા ખાતે ચૈત્રમાસના છેલ્લા દિવસે અમાસના હજારો ભાવિકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પહોચ્યા હતા. વહેલી સવારથી જ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવા ઘાટ ઉપર ભાવિકોની ભીડ જોવા મલી હતી. હજારો ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરી છપ્પન સિડી સ્વર્ગ દ્વારે ઠાકોરજીના દર્શન કરવા ભાવિકોની લાંબી કતારો લાગી હતી. કાળિયા ઠાકોરને અમાસ નિમેતે વારાદાર પુજારી દ્વારા લીલા વો સાથે સોનાચાંદીના આભુષણોનો અલૌકિક શણગાર કરાયા હતા. જેનો સંખ્યાબંધ ભાવિકોએ લાભ લીધો હતો. હજારો ભાવિકોએ ચૈત્ર માસની અમાસના દિવસે ગોમતી સ્નાન કરી ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
દ્વારકાધીશ જગતમંદિરમાં અગામી તા. 10મી શુક્રવારે વૈશાખ સુદ ૦૩(ત્રીજ) ના દિવસે અક્ષય તૃતીયા હોવાથી ઠાકોરજીના ઉત્સવ દર્શનના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે.જેમાં ઠાકોરજીનો સવારનો ક્રમ મંગલા આરતી 6 કલાકે થશે.સવારે 8.00 થી 9.00 શ્રીજી અભિષેક સ્નાન કરાશે. ત્યારે દર્શન બંધ રહેશે. ત્યારબાદ 9.00 થી 10.00 સુધી શ્રીજીના શુંગાર દર્શન ભક્તો લાભ લૈઇ શકશે. 10.30 થી 12.00 કલાક સુધી દર્શન બંધ રહેશે. ત્યારબાદ અક્ષય તૂતીયા નિમિતે ઠાકોરજીની ઉત્સવ આરતી 12.00 કલાકે થશે. ઉત્સવ દર્શન 1.30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. અનોસર(મંદિર બંધ) બોપરે 1.30 થી 5.00 વાગ્યા સુધી રહેશે. સાંજનો શ્રીજીના દર્શન નિત્યક્રમ મુંજબ રહેશે.ઉનાળા વેકેશનમાં યાત્રાધામ દ્વારકા જગત મંદિરે દેશ વિદેશથી હજારો યાત્રિકો દર્શનાથે આવતા હોય છે.
બળબળતા તડકાના તાપથી યાત્રિકો સેકાતા હોવાથી દેવસ્થાન સમિતી દ્રારા જગત મંદિર પરિસમાં યાત્રિકોને છાયડો પડે તેવી સુવિધા ઉભી કરી ડોમ બાંધવામાં આવ્યા છે. આ સ્ટ્રકચર ઉનાળો તેમજ ચોમાચું બન્ને સિઝનના ચાર માસ સુધી બાંધી રાખવામાં આવનાર છે.જગતમંદિર પરિસરમાં તડકાથી રક્ષણ માટે તેમજ ધગધગતી મારબલની ફરસ ઉપર આસન પટ્ટાઓ મુકવામાં આવ્યા છે. ભગવાન દ્વારકાધીશજીનાં દર્શનાથે આવતા શ્રધ્ધાળુ ભાવિકોને હવે તડકામાં રાહત થશે.