Lok Sabha Elections 2024 : આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. ગુજરાતની 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન થયું હતું. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. આ ઉપરાંત ગુજરાતની પાંચ વિધાનસભાની બેઠકો પર પણ મતદાન થયું હતું.
ગુજરાતની 25 લોકસભા બેઠક પર 5 વાગ્યા સુધીમાં સરોરાશ 55.22 ટકા મતદાન નોંધાયું
સૌરાષ્ટ્ર અને કચ્છમાં થયું ઓછું મતદાન : અમરેલીમાં 45.59%, પોરબંદરમાં 46.51%, ભાવનગરમાં 48.59%, સુરેન્દ્રનગરમાં 49.19% જામનગરમાં 52.36%, જૂનાગઢમાં 53.84% અને રાજકોટમાં 54.29% મતદાન થયું છે. જ્યારે કચ્છ બેઠક પર 48.96% મતદાન થયું છે.
ગુજરાતની પાંચ વિધાનસભાની બેઠક પર 5 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન
આ પણ વાંચો : ત્રીજા તબક્કામાં 11 રાજ્યોના મતદાનના આંકડા જાણો
કઈ બેઠક પર વધુ અને કઈ બેઠક પર ઓછું મતદાન?
અત્યાર સુધીના આંકડા પર નજર કરીએ અમરેલી અને પોરંબદરની બેઠક પર સૌથી ઓછું 37% મતદાન થયું છે. જ્યારે સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર થયું છે.
ગુજરાતની કઈ બેઠક પર કેટલાં મતદાર?
માહિતી અનુસાર ગુજરાતમાં કઈ બેઠક પર કેટલાંં મતદારો છે તે તમને અહીં જાણવા મળી જશે. કુલ મતદારો સુરતને બાદ કરતાં 4.80 કરોડ આસપાસ થાય છે.