Lok Sabha Elections 2024 | ગુજરાતમાં લોકસભાની ૨૬ માંથી ૨૫ બેઠકની ચૂંટણી માટે તારીખ ૭ ના રોજ મતદાન થવાનું છે. આ ૨૫ બેઠકમાંથી ૫ બેઠક મધ્ય ગુજરાતની છે. જેમાં વડોદરા, ભરૃચ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે. આ પાંચેય બેઠક પર કુલ ૯૨.૭૨ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

આ પાંચેય બેઠક પર કુલ ૫૦ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. જ્યારે ભરૃચમાં કોંગ્રેસના ઈન્ડિયા ગઠબંધનના આપ પાર્ટીના ઉમેદવાર સાથે ભાજપના ઉમેદવારનો મુકાબલો થવાનો છે. સૌથી વધુ વડોદરામાં ૧૪ ઉમેદવારો મેદાનમાં છે. ભરૃચમાં ૧૩, પંચમહાલમાં ૮, દાહોદમાં ૯ અને છોટાઉદેપુરમાં ૬ ઉમેદવારનો સમાવેશ થાય છે. આ ૫૦ માંથી ૨૫ અપક્ષ ઉમેદવાર છે. જેમાં સૌથી વધુ વડોદરા અને ભરૃચમાં આઠ આઠ અપક્ષ છે. જ્યારે છોટાઉદેપુરમાં સૌથી ઓછા એકમાત્ર ૧ જ છે. ગુજરાતની ૨૬ માંથી એક બેઠક સુરતની ભાજપે બિનહરીફ જીતી લેતા ૨૫ બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે, અને કુલ ૨૬૫ ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ૨૦૧૯માં મધ્ય ગુજરાતની આ પાંચે બેઠક ઉપર ૫૧ ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં હતા. ૨૦૧૪માં ૪૮ ઉમેદવાર વચ્ચે સ્પર્ધા થઈ હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *