Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે.  ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર ચૂટણી યોજાઈ છે કેમ કે એક બેઠક સુરત પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઇ ગયું હતું. આ સૌની વચ્ચે તમને જણાવી દઈએ કે  અત્યારે ગુજરાતમાં સૌથી વધુ મતદારો નવસારી અને સૌથી ઓછા ભરૂચમાં વોટર્સની સંખ્યા છે.  

રાજ્યમાં કુલ 266 ઉમેદવારો મેદાનમાં

આ ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. 2024ની આ ચૂંટણીમાં કુલ 49768677 મતદારો મતદારોને મતાધિકાર મળેલો છે  જેઓ 50788 મતદાન મથકો પરથી મતદાન કરશે. ગુજરાતમાં 20 જનરલ, બે એસ.સી, ચાર એસ.ટી સાથે કુલ 26 બેઠકો છે. બેઠકના વિસ્તારની વાત કરીએ તો સૌથી મોટો કચ્છ  (21354 ચો.કિ.મી.) જ્યારે સૌથી નાનો અમદાવાદ વેસ્ટ (107 ચો.કિ.મી.) છે. રાજ્યમાં ભરૂચમાં સૌથી ઓછાં 17,23,353 જ્યારે નવસારીમાં સૌથી વધુ 22,23,550 મતદારો નોંધાયેલા છે.

ગુજરાતમાં મતદારોની સંખ્યા

• 17 થી 18 લાખ ભરૂચ, અમદાવાદ વેસ્ટ, અમરેલી, પોરબંદર, મહેસાણા, આણંદ, સુરત, જૂનાગઢ

• 18 થી 19 લાખ જામનગર, છોટા ઉદેપુર, વસલાડ, દાહોદ, પંચમહાલ

 19 થી 20 લાખ ભાવનગર, કચ્છ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા

• 20 થી 21 લાખ ખેડા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ ઈસ્ટ, બારડોલી

• 21 થી 22 લાખ રાજકોટ અને ગાંધીનગર

• 22 લાખથી વધુ નવસારી

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *