Lok Sabha Election 2024 : હીટવેવની પરિસ્થિતિ વચ્ચે આજે સવારે 7:00 વાગ્યા થી લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ ગયું છે ત્યારે સવારથી જ મતદાન મથકો પર લાંબી કતાર જોવા મળતી હતી. વડોદરાના ફતેગંજ નવયુગ સ્કૂલના મતદાન મથક પર સૌથી પહેલું મતદાન રામભક્ત હનુમાન બનીને આવેલા દીપકશાસ્ત્રીએ મંત્રોચ્ચાર કરી મતદાનનો પ્રારંભ કરાવ્યો હતો.

લોકસભાની વડોદરા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થઈ ગયો છે વડોદરા શહેર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ ના જવાનો તહેનાત કરી દેવામાં આવ્યા છે. 

લોકસભાની વડોદરા બેઠકની સાત વિધાનસભા મતવિસ્તારમાં આજે સવારથી જ અનેક મતદાન મથકો પર મતદારોની લાંબી કતાર જોવા મળતી હતી વહેલી સવારે ઉષ્મા ભર્યા વાતાવરણમાં મતદાન કરવા મતદારો નીકળી પડ્યા હતા.

વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીએ હરણી સ્થિત હનુમાનજીના મંદિર ખાતે પૂજા અર્ચના કર્યા બાદ વેમાલી સ્થિત મતદાન મથક પર તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું.

ફતેગંજ નવયુગ સ્કૂલના મતદાન મથક પર સવારે 7:00 વાગે દીપક શાસ્ત્રી નામના મતદારે રામભક્ત હનુમાનની વેશભૂષા કરીને મતદાન કરવા આવતા મતદારોમાં આકર્ષણ જમાવ્યું હતું, દિપકશાસ્ત્રીએ મતદાન મથકમાં મતદાન કરતા પૂર્વે મંત્રોચ્ચાર કરી મતદાનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 500 વર્ષ બાદ રામ મંદિરની સ્થાપના થઈ છે જે હિન્દુ સમાજ માટે ગૌરવની વાત છે અને તેનો યશ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે આજે શાંતિપૂર્ણ રીતે મતદાનનો મહાપર્વ પૂર્ણ થાય તેને ધ્યાનમાં રાખી ગઈ કાલે યજ્ઞ કરવામાં આવ્યો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *