અમદાવાદ,સોમવાર

અમદાવાદ શહેર અને રેંજ તેમજ ગાંધીનગરમાં  સૌથી વધુ વિદેશી દારૂ સપ્લાય કરનાર લિસ્ટેડ બુટલેગર
આશિષ અગ્રવાલને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નેપાળ બોર્ડર પાસેથી ઝડપી લેવામાં આવ્યો
હતો. સાથેસાથે પોલીસે તેના તમામ વહીવટ સંભાળતા રાવલસિંહને પણ  ઉદેપુરથી ઝડપીને મહત્વની સફળતા મેળવી છે. તેની પુછપરછમાં
ગુજરાતમાં સેટ કરેલા વિદેશી દારૂ સપ્લાયના નેટવર્કની અનેક ચોંકાવનારી વિગતો બહાર આવવાની
સંભાવના પોલીસે વ્યક્ત કરી છે.
 સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે  અમદાવાદ શહેર-ગ્રામ્ય, અમદાવાદ રેંજ તેમજ  ગાંધીનગરમાં રેંજમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સપ્લાય
કરનાર લિસ્ટેડ બુટેલગર આશિષ  અગ્રવાલ (રહે.
આબુરોડ
, શિરોહી) નેપાળ
બોર્ડર પર છુપાયો છે. જેના આધારે એસએમસીની ટીમ દ્વારા ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ
શરૂ કરવામાં આવી હતી. જેમાં બિહારના મોતીહારી જિલ્લા પાસે આવેલી નેપાળ બોર્ડર નજીકથી
આશિષ અગ્રવાલને ઝડપી લેવામાં આવ્યો હતો.  તેની
પુછપરછમાં જાણવા મળ્યું હતું કે  તેના દારૂના
તમામ આર્થિક વહીવટ રાવલસિંહ ભાટી (રહે. જેસલમેર) સંભાળતો હતો. પોલીસે તેને બાતમીને
આધારે ઉદેપુરથી ઝડપી લીધો હતો. આ અંગે ડીવાયએસપી કે ટી કામરિયાએ જણાવ્યું હતું કે આશિષ
અગ્રવાલ વિરૂદ્વ ૯૦થી વધુ ગુના નોંધાયેલા છે. 
જે વર્ષ ૨૦૨૩થી ૧૯ જેટલા ગુનામાં વોન્ટેડ હતો. તેની માહિતી આપનારને રૂપિયા એક
લાખનું ઇનામ પણ જાહેર કરાયું હતું. ઝડપાયેલો 
આરોપી નેપાળમાં રહેતો હતો અને ત્યાંથી વિદેશી દારૂનું સમગ્ર નેટવર્ક ચલાવતો
હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *