– અનન્યાની એક પોસ્ટ પરથી ઈશારો મળ્યો હતો

– બંને એક મહિના પહેલાં જ વિખૂટાં પડી ગયા આ આઘાતમાંથી ઊભરવા પ્રયાસ કરી રહ્યા છે

મુંબઇ: બોલીવૂડના બહુ ચર્ચિત કપલ અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર વચ્ચે બ્રેક અપ થઈ ચૂક્યું હોવાનું તેમના નજીકના મિત્રોએ સ્વીકાર્યું છે. થોડા સમય પહેલાં જ અનન્યાએ એક સાંકેતિક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ બાબતે ઈશારો આપ્યો હતો. હવે તેમના મિત્રોએ સ્વીકાર્યું છે કે બ્રેક અપની અટકળો ખરેખર સાચી છે. 

અનન્યાએ અગાઉ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યુ ંહતું કે ભલે તમે એવું માનતા હો કે એવી સુંદર બાબત તમારાં નસીબમાં નથી પરંતુ જો તે તમારા માટે લખાયું હશે તો તમારી પાસે અચૂક પાછું આવશે. 

આ ગોળ ગોળ પોસ્ટ પરથી એવું અનુમાન વ્ય્ક્ત થયું હતું કે અનન્યા અને આદિત્ય વચ્ચે બ્રેક અપ થઈ ગયું છે. હવે તેમના મિત્રોએ આ વાત  સ્વીકારતાં કહ્યું છે કે આશરે એક મહિના પહેલાં જ બંને છૂટાં પડી ચૂક્યાં છે. બંને આ બ્રેક અપથી ભારે આઘાતમાં છે. જોકે, બંને બહુ પાકટ રીતે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. 

અનન્યા અને આદિત્યએ ક્યારેય પોતાના સંબંધો સત્તાવાર રીતે સ્વીકાર્યા ન હતા પરંતુ અનેક ઈવેન્ટસ તથા ટ્રીપમાં સાથે સાથે હાજરી દ્વારા એ  સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે બંને રિલેશનશિપમાં છે. 

બંનેએ ક્યારેક કોઈ ટીવી શોમાં તો અન્ય મીડિયા સંવાદમાં પણ આડકતરી રીતે તેનો સ્વીકાર પણ કર્યો હતો. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *