દાહોદ ગોવર્ધનનાથજી હવેલી રોશનીથી શણગારી
કલ્યાણરાયજી અને વલ્લભજીના ચિત્રજીને બગીમાં બેસાડી શોભાયાત્રા યોજી
ઉજવણી દાહોદમાં ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક કરવામાં આવી
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના અખંડ ભૂમંડલાચાર્ય શ્રી વલ્લભ મહાપ્રભુજીનો 547 નો પ્રાગટય મહોત્સવ, દ્વિતીય પીઠાધીશ્વર મહોદયશ્રી 1008 શ્રી કલ્યાણ રાયજી મહારાજ શ્રી (નાથદ્વારા -ઈન્દોર ) ની ઉપસ્થિતિમાં દાહોદમાં અંતાક્ષરી, સાંસ્કૃતિક કાર્યક્રમ, આગમ સમાજ, પ્રભાતફેરી, વિવિધ મનોરથના દર્શન, મહાપ્રસાદી, શોભાયાત્રા યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડયા હતા.
દાહોદ ગોવર્ધનનાથજી હવેલી ઉપર રોશની કરવામાં આવી હતી. દાહોદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પુષ્ટિમાર્ગીય અંતાક્ષરી સાંસ્કૃતિક કાર્યક્રમ ફૂલ મંડળી મોતીના બંગલા નો મનોરથ તથા શ્રી ગોવર્ધનનાથજી હવેલી માં આગમ સમાજ નો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે શ્રી વલ્લભ મહાપ્રભુજી પ્રાગટય દિવસ નિમતે સવાર ના પ્રભાત ફેરી, 8વાગે કેશર સ્નાન ના પલના દર્શન થયા હતા. બપોરના નંદ મહોત્સવ ના દર્શનમાં નંદ ઘેર આનંદ ભયો નિ ગુંજ થી વાતાવરણ ગાજી ઉઠયો હતું. સાંજે 6:30વાગે શ્રીં ગોવર્ધનનાથજી હવેલીથી ભજન કીર્તન બેન્ડવાજા સાથે અને પૂ. પા. 1008 શ્રી કલ્યાણરાયજી મહારાજ શ્રી તેમજ શ્રી વલ્લભજીના ચિત્રજીને બગીમાં બિરાજમાન કરી શોભાયાત્રા નીકળી હતી. જે એમ.જી.રોડ, ગુજરાતી વાડ થી હવેલી પરત આવ્યા પછી કળશની ની ઉછામણી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાપ્રસાદ યોજાયો હતો. વલ્લભ મહાપ્રભુજી ની જન્મ જયંતી તેની ઉજવણી દાહોદમાં ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી.