બાઇક અને બોલેરો ગાડી કબજે કરી
એક આરોપી ઝડપાયો : બે આરોપી ભાગી છુટયા
દાહોદ એલસીબી પોલીસને મળેલ બાંધવીના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

   દાહોદ જિલ્લાના ઝાલોદ અને લીમખેડા તાલુકામાંથી પોલીસે કુલ રૂપિયા બે લાખ 2,24,880 ના પ્રોહી જથ્થા સાથે એક મોટરસાયકલ અને એક બોલેરો ફેરવીલર ગાડી કબજે કર્યા હતાં. જ્યારે બે બનાવમાં બે ઈસમો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા. જ્યારે એકને ઝડપી પાડવામાં પોલીસને સફ્ળતા મળી હોવાનું જાણવા મળે છે.

   પ્રોહિનો પ્રથમ બનાવ લીમખેડા તાલુકાના કથોલીયા ગામે બનવા પામ્યો હતો જેમા દાહોદ એલસીબી પોલીસને મળેલ બાંધવીના આધારે કથોલીયા ગામેથી વિસલંગા ચેડીયા જવાના રસ્તા પર નાકા બંધી કરી આવતા જતા તમામ નાના-મોટા વાહનોની તલાસી હાથ ધરતા હતા તે સમયે ત્યાંથી બાદમીમાં દર્શાવેલ એક મોટરસાયકલ આવતા ચાલકે દૂરથી પોલીસને જોઈ મોટરસાયકલ સ્થળ પર મૂકી અંધારા નો લાભ લઇ નાસી ગયો હતો. ત્યારે પોલીસે મોટરસાયકલ પાસે જઈ તપાસ હાથ ધરતા વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલો નંગ. 768 જેની કુલ કિંમત રૂપિયા 1,08,000/- ના પ્રોહી જથ્થા સાથે મોટરસાયકલ ની કિંમત મળી પોલીસે કુલ રૂપિયા 1,43,000/- નો મુદ્દા માલ કબજે કરી આ સંબંધે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રોહીબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

   બીજો બનાવ ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે બનવા પામ્યો હતો જેમાં પોલીસને મળેલ બાદમીના આધારે ગરાડુ ગામે બોર ફળિયામાંથી પસાર થતા રોડ પર પોલીસે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના-મોટા વાહનોની તલાસી હાથ ધરતા હતા તે સમયે ત્યાંથી બાદમીમાં દર્શાવેલ એક બોલેરો ફેરવીલર ગાડી આવતા ત્યારે દૂરથી પોલીસને જોઈ ગાડીમાં સવાર બંને ઈસમો ભાગવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસે ફ્લ્મિી ઢબે પીછો કરતા ગાડીમાં સવાર પર્વતભાઈ પુંજાભાઈ મુનિયા (રહે. રજાયતા, મુનિયા ફ્ળિયુ, તા. મોરવા હડફ્, જી.પંચમહાલ) નાને પોલીસે બોલેરો ફેર વ્હીલર ગાડી સાથે ઝડપી પાડયો હતો ત્યારે તેની સાથેનો સુરેશભાઈ (રહે મોરા, તા. મોરવા હડફ્, જી. પંચમહાલ) નો પોલીસને ચકમો આપી નાસી જવામાં સફ્ળ રહ્યો હતો. પોલીસે બોલેરો ફેરવીલર ગાડી ની તલાસી લેતા તેમાંથી બિયરની કુલ બોટલો નંગ.1008 જેની કિંમતરૂપિયા 1,16,880/-ના પ્રોહી જથ્થા સાથે બોલેરો ગાડી ની કિંમત મળી પોલીસે કુલ રૂપિયા 4,16,880/- નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે ઝાલોદ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *