Ganja Caught in Vadodara : વડોદરામાંથી વધુ એક વખત ગાંજાનો જથ્થો પકડવામાં પોલીસને સફળતા મળી છે. રીક્ષામાં ગાંજો લઈ ફરતા રીક્ષા ચાલકને પોલીસે ઝડપી પાડી પૂછપરછ હાથે કરી છે.
સુભાનપુરા હાઈ ટેન્શન રોડ પર એક રીક્ષા ચાલક ગાંજાનો મોટો જથ્થો લઈ ઉભો રહેતો હોવાની વિગતો મળતા એસઓજીની ટીમે વોચ રાખી હતી. પોલીસે માહિતી વાળા સ્થળે એક રીક્ષા ચાલકને તપાસતા અંદરથી રૂ.16000 ની કિંમતનો દોઢ કિલો ઉપરાંતનો ગાંજો મળી આવ્યો હતો.
પોલીસની પૂછપરછ દરમિયાન કેરિયરનું નામ મહંમદ રફીક ઉર્ફે દાલ પુલાવ શાહબુદ્દીન કાઝી (કાળી તલાવડી, એકતા નગર તાંદલજા) હોવાનું ખુલ્યું હતું. અગાઉ પણ તે જંબુસર ખાતે નશીલા પદાર્થ સાથે પોલીસના હાથે પકડાયો હોવાની માહિતી જાણવા મળી છે.