Dead Body Found in Jamnagar : જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર શાપર ગામના પાટીયા નજીકથી ચાલીસ વર્ષની વયના અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપડ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને તેની ઓળખ કરવા માટે જામનગરની જી.જી.હોસ્પિટલના કોલ્ડરૂમમાં મુકાવ્યો છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના શાપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા અશ્વિનભાઈ લલીતભાઈ પટેલ નામના ખેડૂતે શાપર ગામના પાટીયા થી જામનગર જતા હાઈવે રોડ પર બે દિવસ પહેલાં એક ટ્રકની કેબિન સળગી ગઈ હતી, તે કેબિનના પાછળના ભાગમાં ગંજી પહેરેલો 40 થી 45 વર્ષની વયના પુરુષનો મૃતદેહ પડ્યો છે, તેવી માહિતી સિક્કા પોલીસને આપી હતી.

 જે માહિતીના આધારે સિક્કા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ તેનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યુ છે. જ્યારે મૃતક યુવાન પરપ્રાંતિય હોવાનું પણ જણાઈ આવે છે.

 જે મૃતદેહની ઓળખ કરવા માટે હાલ મૃતદેહને જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે, અને તેની ઓળખ કરવા માટે સિક્કા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *