DGPને વિગતવારનો રીપોર્ટ મોકલાયો રીપોર્ટના પગલે આકરા પગલા લેવાય તેવી શકયતા, અનેક મુદ્દે બેદરકારી દાખવ્યાનું ખુલ્યું

 રાજકોટ, : લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે ગુરૂવારે જામનગરમાં નરેન્દ્ર મોદીએ સભા સંબોધી હતી. તે પહેલાં ગઈકાલે બંદોબસ્તના રીહર્સલમાં સુરત એસઓજીના ડીસીપી રાજદિપસિંહ નકુમે ગંભીર બેદરકારી દાખવતા ડીજીપીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિગતવારનો રીપોર્ટ કરવામાં આવ્યો છે. જે જોતાં આકરા પગલા લેવાય તેવી શકયતા નકારાતી નથી.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ  વડાપ્રધાન સહિતના વીવીઆઈપી બંદોબસ્ત માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની જરૂર પડતી હોવાથી રાજયભરમાંથી અધિકારીઓ અને માણસોને બોલાવવામાં આવે છે. જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને બંદોબસ્તમાં  અન્ય અધિકારીઓ સાથે સુરત એસઓજીના ડીસીપી રાજદિપસિંહ નકુમને પણ બોલાવવામાં આવ્યા હતા. તેમને એરપોર્ટ બંદોબસ્ત ઉપરાંત એરફોર્સથી સંતોષી માતાજીના મંદિર સુધીના રોડ બંદોબસ્તના સુપરવીઝનની જવાબદારી સોંપવામાં આવી હતી. જેનું ગઈકાલે રીહર્સલ કરવામાં આવ્યું હતું.  આ દરમિયાન અનેક બેદરકારીઓ જોવા મળતાં ઉચ્ચ અધિકારીઓએ તેની ગંભીરતાથી નોંધ લઈ ડીજીપીને રીપોર્ટ કર્યો છે. 

રીહર્સલમાં ઉચ્ચ અધિકારીઓએ જોતાં રોડ બંદોબસ્ત યોગ્ય રીતે ગોઠવવામાં  આવ્યો ન હતો. જુદા-જુદા પોઈન્ટ ઉપર યોગ્ય રીતે બેરીકેટીંગ પણ કરવામાં આવ્યું ન હતું.  બેરીકેટીંગની અંદર અને બહાર નિયમ મુજબ પોલીસ કર્મચારીઓને રાખવામાં આવ્યા ન હતા. નજીકનો નેશનલ પાર્ક રૂટ પર આવતો હતો આમ છતાં ત્યાં કોઈ શંકાસ્પદ માણસો કે વસ્તુઓ અંગે ચકાસણી કરવામાં આવી ન હતી.  એરફોર્સ સ્ટેશન નજીક ટ્રાફિક કન્ટ્રોલ કરવા માટે બેરીકેટ પણ મુકવામાં આવ્યા ન હતા. આ તમામ બેદરકારીની ઉચ્ચ અધિકારીઓએ ગંભીરતાથી નોંધ લઈ સુપરવાઈઝીંગ ઓફિસર ડીસીપી રાજદિપસિંહ નકુમ વિરૂધ્ધ ડીજીપીને રીપોર્ટ કર્યો છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *