ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા કવાયત
સંવેદનશીલ બૂથ અને કેન્દ્રોની મુલાકાત લીધી
ચૂંટણી આડે પોલીસ ખાતું એક્શનમાં આવી ચૂકયુ છે
લોકસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પોલીસ ખાતું પણ એક્શનમાં આવી ચૂકયુ છે. તેમજ સંવેદનશીલ બુથ કેન્દ્રો ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં રહ્યું છે. તેવી જ રીતે સુખસર તથા બલૈયા ખાતે પોલીસ જવાનો સહિત આર.પી.એફ્ના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે વિવિધ બુથ કેન્દ્રો સહિત શહેરી વિસ્તારની મુલાકાત લેવામાં આવી રહી છે.
આગામી લોકસભાની ચૂંટણી 2024 અન્વયે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મંગળવારના રોજ સુખસર ટાઉન વિસ્તારમાં સુખસર પોલીસ સ્ટેશન પી.એસ.આઇ. જી.બી. ભરવાડ સહિત આર.પી.એફ્.ના જવાનો જ્યારે બુધવારના રોજ બલૈયા ખાતે ફતેપુરા પી.એસ.આઇ જે.બી. તડવી તથા આર.પી.એફ્.ના જવાનો દ્વારા ક્રિટિકલ બુથ, બિલ્ડીંગ તથા સંવેદનશીલ ગામો ખાતે પોલીસ સ્ટાફ્ તથા આર.પી.એફ્.ના અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું