જામનગર-ખંભાળિયા હાઇ-વે પર નાઘેડી પાસે

લાલપુર બાયપાસ ચોકડી પાસે સાઇડ બંધ હોવા છતાં બાઇક ચાલકે રસ્તો ઓળંગવાની કોશિશ કરતા ટ્રક સાથે અથડાતા ગંભીર ઇજા

જામનગર :  જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર હિટ એન્ડ  રનનો વધુ એક અકસ્માત બન્યો હતો. જેમાં નાઘેડી
ગામના ૭૦ વર્ષના બુઝુર્ગનો ભોગ લેવાયો છે. લાલપુર બાયપાસ ચોકડી પાસે આજે સવારે વધુ
એક અકસ્માત સર્જાયો છે. બાઇકનો ચાલક સાઇડ બંધ હોવા છતાં પોતાનું વાહન ચાલુ કરી દઇ
રસ્તો ઓળંગવા જતાં સામેથી આવી રહેલા ટ્રક સાથે ટકરાઇ ગયો હતો અને ગંભીર સ્વરૃપે
ઘાયલ થયો છે.

આ અકસ્માતના બનાવની વિગતે એવી છે કે નાઘેડી ગામમાં રહેતા
દીપસિંહ વાળા નામના ૭૦ વર્ષના આઘેડ સવારે નાઘેડી ગામના પાટીયા પાસે રસ્તો ઓળંગી
રહ્યા હતા
, જે
દરમિયાન જામનગર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી જી.જે.૧૦ સી.એન.૯૭૮૭  નંબરની કારના ચાલકે તેઓને હડફેટમાં લઈ લીધા હતા
, અને ગંભીર ઈજા
થવાના કારણે તેઓનું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું.

 આ અકસ્માતના બનાવની
જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ જાડેજા સહિતના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે
દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે
,
જ્યારે કારનાચાલક સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.

 બાઈક ચાલક ટ્રકના
પાછળના જોટામાં ટકરાઈને બેશુદ્ધ બન્યો હતો. સદભાગ્ય ટ્રક ચાલકે બ્રેક મારી દેતાં
બાઈક ચાલકનું માથું ટ્રક ના તોતિંગ વ્હીલ નીચે આવતા બચી ગયો હતો. પરંતુ હાલ તે
ગંભીર સ્વરૃપે ઘાયલ થયો હોવાથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં
આવ્યો છે.

આ અકસ્માતના બનાવ સમયે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું.
જ્યારે ટ્રકનો ચાલક પોતાનો ટ્રક છોડીને ભાગી છુટયો હતો. સમગ્ર મામલાની જાણ થતાં
પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે
, અને વધુ તપાસ હાથ
ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *