મચ્છુ આઈ મંદિર પાસે બસના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ
ગુમાવતા અકસ્માત
અમરેલી ખાતે દીકરીના કંકુ પગલાંનો પ્રસંગ પૂર્ણ કરી પરિવારજનો વિસાવદરના ઈશ્વરીયા ગામે પરત જતા હતા ત્યારે અકસ્માત
માતાના મંદિર પાસે ખાનગી મિનિ બસ પલ્ટી ખાઈ જતા તેમાં એક વૃદ્ધા તથા બાળકી સહિત
બેના મોત થયા હતા. જયારે ૧૬ લોકોને ઈજા થતા સારવાર માટે અમરેલી, જૂનાગઢ અને
રાજકોટ ખાતે રિફર કરાયા હતા. વિસાવદરના ઈશ્વરીયા ગામેથી પરિવાર દીકરીના કંકુ
પગલાના પ્રસંગ માટે અમરેલી આવ્યો હતો અને પ્રસંગ પૂર્ણ કરી પરત ઈશ્વરીયા જતો હતો
ત્યારે બગસરા પાસે અકસ્માત થયો હતો.
મળતી વિગત મુજબ આજે બપોરે બે વાગ્યાના અરસામાં બગસરા બાયપાસ
નજીક મચ્છુ આઈ માતાના મંદિર પાસે શ્યામ ટ્રાવેલ્સની ખાનગી મિનિ બસના ડ્રાઈવરે
સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં બેઠેલા
ગીતાબેન હસમુખભાઈ રૃડાણી (ઉ.વ.૬૦) તથા આરનાબેન હિરેનભાઈ રૃડાણી (ઉ.વ.૭) (રહે.
બન્ને બરડીયા ગીર)ના ગંભીર ઈજાથી મોત થયા હતા.
જયારે બસમાં બેઠેલા અન્ય ૧૬ લોકો યોગ જીતેન્દ્રભાઈ ખૂંટ
(ઉ.વ.૭) (રૃપાવટી), અરવિંદાબેન
જીતેન્દ્રભાઈ ખૂંટ (ઉ.વ.૩૬),
મંજુલાબેન બાબુભાઈ ખૂંટ (ઉ.વ.૬૦) (રહે. ત્રણેય રૃપાવટી), ખુશલ ચંદ્રેશભાઈ
(ઉ.વ.૧પ), ખુશાલી
હિરેનભાઈ રૃડાણી (ઉ.વ.૩પ) (રહે. બરડીયા ગીર),
જીતુભાઈ બાબુભાઈ વાઢેર (ઉ.વ.પ૦) (વિસાવદર), રાહુલ મોવલીયા (ઉ.વ.ર૦) (ઢેબર), જલક જયસુખભાઈ
(ઉ.વ.ર૪), તેજલ
રવિભાઈ પાનસુરીયા (ઉ.વ.૩૪),
મીતલબેન કાપડીયા (ઉ.વ.૩૦),
કર્મ હરેશભાઈ વઘાસીયા (ઉ.વ.૬),
ભરતભાઈ ગોકળભાઈ બાબરીયા (ઉ.વ.૩૯),
અનીલભાઈ ગોરધનભાઈ રંગાણી (ઉ.વ.૩પ),
નવનીતભાઈ રાખોલીયા (ઉ.વ.૪ર),
(રહે. તમામ ઈશ્વરીયા તથા નીમુબેન રૃડાણી (ઉ.વ.૪પ) (રહે. બરડીયા) સહિત ૧૬ને ઈજા
પહોંચી હતી. ઘાયલ થયેલાઓને સારવાર માટે અમરેલી, જૂનાગઢ તથા રાજકોટ ખસેડાયા હતા.
વિસાવદરના ઈશ્વરીયા ગામેથી પરિવારજનો દીકરીના કંકુ પગલાના
પ્રસંગ માટે અમરેલી આવ્યા હતા અને પ્રસંગ પૂર્ણ કરી બસમાં ઈશ્વરીયા પરત ફરી રહ્યા
હતા ત્યારે બગસરા પાસે અકસ્માત થયો હતો.
જયારે અકસ્માત થયો ત્યારે જ બરાબર જૂનાગઢ અને અમરેલીના
ઈલેકશન ઓબ્ઝર્વર ત્યાંથી પસાર થતા તેમણે તુરંત નીચે ઉતરી ઈજાગ્રસ્તોને હોસ્પિટલે
પહોંચાડવામાં મદદ કરી હતી. અકસ્માતના પગલે પ્રાંત અધિકારી પણ દોડી આવ્યા હતા.
ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો
હતો. બગસરા પોલીસે દોડી આવી ટ્રાફિક ખુલ્લો કરાવી અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.