– ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા
– અકસ્માત સર્જી કારનો ચાલક ફરાર થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી આદરી
સુરેન્દ્રનગર : દૂધરેજ નજીક આવેલા પુલ પાસે યુટીલીટીના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઇકચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે યુટીલીટીનો ચાલક અકસ્માત સર્જી નાસી છુટયો હતો. આ બનાવ અંગે એ-ડિવિઝન પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
કોપરણી ગામના રવિરાજસિંહ ઝાલા બાઇક લઇ સુરેન્દ્રનગરથી દૂધરેજ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન દૂધરેજ પુલ પાસે સામેથી આવતી યુટીલીટી કારના ચાલકે પુરપાટ અને ગફલતભરી રીતે કાર ચલાવી તેમની બાઇકને ટક્કર મારતા રવિરાજસિંહ બાઇકમાંથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે યુટીલીટી કારનો ચાલક અકસ્માત સર્જી નાસી છુટયો હતો. આ બનાવ અંગે દિગ્વિજયસિંહ ઝાલાએ યુટીલીટી કારના ચાલક સામે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.