અમદાવાદ, રવિવાર
મણિનગરમાં રહેતી મહિલાને લગ્નના ૧૫ દિવસ બાદ જ પતિ કપડા પહેરવા બાબતે પત્ની સાથે તકરાર કરીને ત્રાસ આપવા લાગ્યો હતો. તેમજ પત્ની ઉપર શંકા, વહેમ રાખીને મારઝુડ કરતો હતો. તાજેતરમાં ખમણ-ઢોકળાના કારખાનામાં માલ બનાવવા બાબતે પત્નીને વાળ પકડીને મારી હતી અને સંતાનો સાથે કાઢી મુકી હતી. હતી. આ બનાવ અંગે મણિનગર પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખમણ-ઢોકળાના માલ બનાવવા બાબતે કારખાનામાં વાળ પકડીને પત્નીને મારી પોલીસે પતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
મણિનગર વિસ્તારમાં પરિવાર સાથે રહેતી અને ઘોડાસરમાં ઢોકળાની દુકાન ધરાવી ધંધો કરતી ૪૬ વર્ષની મહિલાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે પોરબંદરની મહિલાના લગ્ન વર્ષ ૧૯૯૫માં અમદાવાદ મણિનગરમાં થયા હતા. લગ્નના ૧૫ દિવસ બાદ જ પતિ નાની-નાની બાબતોમાં પત્ની સાથે ઝઘડો કરતો હતો. તેમજ શંકા વહેમ રાખતો હતો અને અવાર નવાર પત્નીને ગાળો બોલીને ઝઘડો કરીને મારઝૂડ કરતો હતો.
એટલું જ નહી પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. તા. ૧૩ માર્ચે પતિએ ઉત્તમનગર ખમણ-ઢોકળાના કારખાનામાં માલ નહી બનાવવા બાબતે પત્ની ઉપર ઉશ્કેરાઇને વાળ પકડીને મારીને ઘરમાંથી સંતાનો સાથે કાઢી મૂકી હતી. આ બનાવ અંગે મણિનગર પોલીસે પતિ સામે માનસિક શારિરીક ત્રાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.