અમદાવાદ, રવિવાર

શાહપુરમાં પડોશી યુવક પુત્રીનો જે પોર્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બે વર્ષથી બિભત્સ માંગણી કરતો હતો. એટલું જ નહી મહિલાનો પીછો કરીને બિભત્સ ચેનચાળા કરીને છેડતી કરતો હતો. મહિલાએ તેના પિતાને વાત કરતા તેને પણ પુત્રને છાવરતા હતા. આ બનાવ અંગે  શાહપુર પોલીસે છેડતીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પડોશી યુવકે તું જે મેરે સાથ હોટલમે આકે મેરે સાથ રહેના હૈ કહી હાથ પકડી અડપલાં કર્યા તેના પિતા પણ છાવરતા હતા ઃ પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો 

શાહપુરમાં વિસ્તારમાં પરિવાર સાથે રહેતી મહિલાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં પડોશી યુવક અને તેના પિતા સામે ફરિયાદ નોંધાવી છે કે પડોશમાં રહેતો યુવક  છેલ્લા બે વર્ષથી હેરાન કરીને બિભત્સ માંગણી કરતો હતો. તેમજ  મહિલાની પુત્રીનો પોર્ન વિડીયો પોતાની પાસે હોવાની વાત કરીને   આ વિડિયો વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપીને પીછો કરીને બિભત્સ ચેનચાળા અને ઇશારા કરીને છેડતી કરતો હતો.

 તારીખ ૨૧ના રોજ સાંજે તુંમ્હે મેરે સાથ હોટલ મે આકે મેરે સાથ રહેના હૈ મે ને તેરે કુ કહા થા હોટલ મે કબ જાના હૈ વરના મે તેરી છોકરી કે પોર્ન વિડિયો જો મેરે ફોન મે સેવ ૈ ભુલ સે વો મેને વાયરલ કર દીના તો પુરે મોહોલ્લે મે કીસી કો મુંહ દિખાને કે લાયક ભી નહી રહેગી તેમ કહીને ધમકી આપી હતી.  ત્યારબાદ તા ૨૨ એપ્રિલે રાતના સમયે મહિલા ઘર પાસે હતી ત્યારે શખ્સે જઇને તારી પુત્રીનો પોર્ન વિડીયો વાઇરલ કરી દઇશ તેવી ધમકી આપીને બિભત્સ માંગણી કરી હતી. બનાવ અંગે મહિલાએ યુવકના પિતા વાત કરતા તેને પણ પુત્રને સાથ આપ્યો હતો. આ અંગે મહિલાએ પિતા-પુત્ર સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ કરતા પોેલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *